OFF-FIELD

પૃથ્વી શૉએ વાપસીની આશામાં હાર નહીં માની, વરસાદમાં પ્રેક્ટિસ કરતો દેખાયો

pic- sporkskeeda

પૃથ્વી શૉને વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી-20 શ્રેણી અને એશિયન ગેમ્સમાં ટીમ ઈન્ડિયામાં જગ્યા આપવામાં આવી નથી. આમ છતાં લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર રહેલા પૃથ્વી શૉએ ટીમમાં વાપસીની આશા છોડી નથી.

પૃથ્વી શોએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે વરસાદમાં ભીંજાઈને બેટિંગની પ્રેક્ટિસ કરતો જોવા મળી રહ્યો છે.

પૃથ્વી શૉએ ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે, જેમાં તે વરસાદમાં ભીંજાઈને બેટિંગની પ્રેક્ટિસ કરી રહ્યો છે. ભારે વરસાદ વચ્ચે પૃથ્વી શૉ મિત્રો સાથે ક્રિકેટ રમતા જોવા મળે છે.

પૃથ્વી શૉએ ભારત માટે છેલ્લી મેચ 2021માં શ્રીલંકા સામે રમી હતી, ત્યારથી તે સતત ભારતીય ટીમની બહાર ચાલી રહ્યો છે. આ વર્ષની શરૂઆતમાં તેને ન્યુઝીલેન્ડ સામેની ટી20 સીરીઝ માટે ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો, પરંતુ તેને રમવાની તક મળી ન હતી.

પૃથ્વી શૉનું બેટ લાંબા સમયથી શાંત છે. તે IPL 2023માં પણ ફ્લોપ રહ્યો હતો. IPL 2023ની 08 મેચોમાં તેના બેટમાંથી માત્ર 108 રન જ નીકળ્યા હતા, જેમાં એક અડધી સદી સામેલ હતી.

Exit mobile version