OFF-FIELD

રહાણે અને રોહિત શર્માની દીકરીઓ ચેન્નાઇમાં એક સાથે મચાવી રહી છે ધમાલ

રોહિત અને રહાણેની ખૂબ સારી મિત્રતા છે અને તેમની દીકરીઓ વચ્ચે સમાન દોસ્તી જોવા મળે છે…

ટીમ ઈન્ડિયા આ દિવસોમાં ચેન્નાઈમાં છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણી રમાઈ રહી છે. શ્રેણીની એક મેચ થઈ ગઈ છે, જ્યારે બીજી ટેસ્ટ મેચ પણ ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમવાની છે. ટીમ ઈન્ડિયા પ્રથમ ટેસ્ટમાં 227 રનથી હારી ગઈ હતી. ત્યારે પરિવાર પણ આ શ્રેણી માટે ભારતીય ક્રિકેટરો સાથે છે. ભારતીય ટેસ્ટ ટીમના વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણે અને મર્યાદિત ઓવરના ફોર્મેટના ઉપ-કેપ્ટન રોહિત શર્મા તેમની પત્ની અને પુત્રી સાથે ચેન્નઇમાં છે. રોહિતની પત્ની રીતિકા અને રહાણેની પત્ની રાધિકાએ ઇંસ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો ક્લિપ શેર કરી છે, જેમાં તેમની બંને દીકરીઓ સાથે જોવા મળી રહી છે.

રોહિત અને રહાણેની ખૂબ સારી મિત્રતા છે અને તેમની દીકરીઓ વચ્ચે સમાન દોસ્તી જોવા મળે છે. રોહિત 2018 માં પિતા બન્યો, જ્યારે રહાણે 2019 માં પિતા બન્યો. રોહિત અને રહાણે બંને સોશ્યલ મીડિયા પર તેમની દીકરીઓ સાથે ફોટા અને વીડિયો શેર કરે છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની આ ટેસ્ટ સિરીઝ બાયો સિક્યોર એન્વાયર્નમેન્ટમાં રમવામાં આવી રહી છે, તેથી ખેલાડીઓ સાથે તેમના પરિવારો પણ બાયો બબલમાં જ રહે છે.

Exit mobile version