જાડેજા આ ઘોડા સાથેના ફોટા અનેક વખત સોશિયલ મીડિયા પર શેર કરતો હતો…
રાજસ્થાન રોયલ્સ સામે ચેન્નાઈ સુપર કિંગ્સની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવનારા રવિન્દ્ર જાડેજાને એક ખરાબ સમાચાર મળ્યા છે. જાડેજાના પ્રિય ઘોડાનું નિધન થયું છે. આ ઘોડો જાડેજાની ખૂબ નજીક હતો. જાડેજા આ ઘોડા સાથેના ફોટા અનેક વખત સોશિયલ મીડિયા પર શેર કરતો હતો.
જાડેજા ઘોડાના અવસાનથી ઘણો દુખમાં છું. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા તેણે લખ્યું છે કે હું બધી શ્રેષ્ઠ યાદોને સાથે શેર કરીશ. હું તને ક્યારેય ભૂલીશ નહીં. મારા પ્રિય ‘વીર’ તું હંમેશાં મારો પ્રિયમાંનો એક બનતો રહીશ.
જણાવી દઈએ કે મોઇન અલી અને રવિન્દ્ર જાડેજાના જાદુને કારણે ચેન્નઈ સુપર કિંગ્સે રાજસ્થાન રોયલ્સને 45 રનથી હરાવી હતી.

