OFF-FIELD

રિકવરી વીડિયો: રિષભ પંત ક્રેચની મદદથી સ્વિમિંગ કરતો જોવા મળ્યો

ભારતના વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને તેના પ્રશંસકોને તેના સ્વાસ્થ્ય (રિષભ પંત હેલ્થ અપડેટ) વિશે જાણકારી આપી છે. વીડિયોમાં ઋષભ પંત ક્રેચની મદદથી સ્વિમિંગ કરતો જોવા મળી રહ્યો છે. બીસીસીઆઈએ પણ આ વીડિયો ટ્વીટ કર્યો છે.

રિષભ પંત હાલમાં ડૉક્ટરોની દેખરેખમાં તેના ઘરે રોડ અકસ્માતમાંથી સ્વસ્થ થઈ રહ્યો છે. માર્ગ અકસ્માતનો ભોગ બન્યા બાદ ઋષભ પંત મુંબઈની હોસ્પિટલમાં સારવાર લીધા બાદ ઘરે પરત ફર્યો હતો. આ વીડિયો પહેલા પણ રિષભ પંતે સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી હતી. તેમાં પણ તે ક્રેચની મદદથી મોર્નિંગ વોક કરતો જોવા મળ્યો હતો.

રિષભ પંતે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ અને ટ્વિટર પર પોસ્ટ દ્વારા એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે સ્વિમિંગ પૂલમાં ક્રચની મદદથી ધીમે-ધીમે ચાલી રહ્યો છે. પંતે રોડ એક્સિડન્ટ બાદ પહેલીવાર પોતાના વોકનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેની પીઠ પર દાઝવાના નિશાન પણ સ્પષ્ટ જોઈ શકાય છે. તેણે આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, “નાની વસ્તુઓ, મોટી વસ્તુઓ અને તેની વચ્ચેની દરેક વસ્તુ માટે આભારી છું.”

નોંધનીય છે કે 29 ડિસેમ્બર 2022ના રોજ દિલ્હીથી રૂરકી જતી વખતે ઋષભની ​​કારનો રોડ અકસ્માત થયો હતો. ઋષભ પંત પોતે સમયસર કારનો કાચ તોડીને બહાર આવ્યો હતો, ત્યારબાદ કારમાં આગ લાગી હતી. પંતે તાજેતરમાં ચાહકોને તેમના સમર્થન અને તેના ઝડપી સ્વસ્થ થવાની શુભેચ્છાઓ બદલ આભાર માન્યો હતો.

Exit mobile version