ઈંગ્લેન્ડ સામેની ત્રીજી વનડેમાં શાનદાર સદી ફટકારનાર ભારતીય વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંતે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કર્યો છે. આ ફોટામાં તે ખુરશીની બાજુમાં ઉભો જોવા મળી રહ્યો છે.
ભારતીય બેટ્સમેને આ ફોટો સાથે કેપ્શનમાં વેબ સિરીઝ મિર્ઝાપુરનો પ્રખ્યાત ડાયલોગ આપ્યો છે. રિષભ પંતની પોસ્ટ પર તેની ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ પણ ફની કોમેન્ટ કરી છે. નાગીની આ કોમેન્ટ ઘણી વાયરલ થઈ રહી છે.
ભારતીય વિકેટ કીપર બેટ્સમેન પંતે ફોટો સાથે કેપ્શનમાં લખ્યું, ‘અને અમે એક નવો નિયમ ઉમેરી રહ્યા છીએ, જે મિર્ઝાપુરની ગાદી પર બેસે છે તે કોઈપણ સમયે નિયમ બદલી શકે છે – મુન્ના ભૈયા.’
રિષભ પંતની પોસ્ટ પર તેની ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ ફની કમેન્ટ કરી છે. નેગીએ કોમેન્ટમાં લખ્યું, Nokia 1100. જો કે, તેણે કોમેન્ટમાં નોકિયા 1100 નો ઉલ્લેખ શા માટે કર્યો તે જાણી શકાયું નથી. કેટલાક ઇન્સ્ટાગ્રામ યુઝર્સ માને છે કે જેમ રિષભ પંત નાનો છે એમ નોકિયાનો 1100 છે.
View this post on Instagram
આ પહેલા ઈંગ્લેન્ડ સામેની છેલ્લી ODIમાં ભારતીય ટીમે ઋષભ પંતની સદીના આધારે 2-1થી જીત મેળવી હતી. પંતે મેચમાં 16 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી અણનમ 125 રન બનાવ્યા હતા. ગર્લફ્રેન્ડ ઈશા નેગી પણ આ ઈનિંગથી ઘણી ખુશ હતી. તેણે પંતની મેચ વિનિંગ ઇનિંગ્સનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો અને તેને કેપ્શન આપ્યું, ‘ચેમ્પિયન રિષભ પંત.’