રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે ODI વર્લ્ડ કપ રમ્યો અને શાનદાર પ્રદર્શન કર્યું પરંતુ ટીમ ઈન્ડિયાને ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ જય શાહે પહેલાથી જ પુષ્ટિ કરી હતી કે રોહિત શર્મા T20 વર્લ્ડ કપમાં ભારતનો કેપ્ટન રહેશે.
T20 વર્લ્ડ કપ માટે રોહિત શર્માની કેપ્ટન્સીવાળી ભારતીય ટીમની પણ જાહેરાત કરવામાં આવી છે. આ પછી તાજેતરમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા એક પ્રેસ કોન્ફરન્સનો ભાગ બન્યો હતો. જેમાં રોહિત શર્માએ આટલી મોંઘી ઘડિયાળ પહેરી હતી. તેની કિંમત સાંભળીને લોકો ચોંકી જાય છે.
ભારતીય કેપ્ટન રોહિત શર્મા પ્રેસ કોન્ફરન્સનો ભાગ બન્યો હતો. આ સમય દરમિયાન, રોહિત શર્માની ઘડિયાળ સૌથી વધુ ચર્ચામાં રહે છે કારણ કે રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં ખૂબ જ મોંઘી ઘડિયાળ પહેરી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રોહિત શર્માએ Patek Philippe Nautilus Platinum 571 ઘડિયાળ પહેરી હતી. જો આ ઘડિયાળની કિંમત વિશે વાત કરીએ તો, Patek Philippe Nautilus Platinum 571 ઘડિયાળ 2.16 કરોડ રૂપિયામાં ઉપલબ્ધ છે.
એક સામાન્ય માણસ આટલી મોંઘી કિંમતમાં આલીશાન ઘર બનાવી શકે છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા મોંઘી ઘડિયાળો રાખવાનો શોખીન છે. આ પહેલીવાર નથી જ્યારે રોહિત શર્માએ આટલી મોંઘી ઘડિયાળ પહેરી હોય આ પહેલા પણ રોહિત શર્મા ઘણી લક્ઝરી ઘડિયાળો પહેરી ચૂક્યો છે.

