માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર ક્રિકેટથી દૂર હોવા છતાં પણ તેના ફેન્સનો ફેવરિટ છે. સચિને બુધવારે તેની પત્ની અંજલિ તેંડુલકરના જન્મદિવસની ઉજવણી કરી હતી. સચિને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખાસ તસવીરો પણ શેર કરી છે, જ્યાં તે તેના સમગ્ર પરિવાર સાથે ગુજરાતી રેસ્ટોરન્ટમાં ભોજનનો આનંદ માણી રહ્યો છે.
સચિન તેંડુલકરની પત્ની અંજલિ તેંડુલકરે 10 નવેમ્બરે તેનો 54મો જન્મદિવસ ઉજવ્યો હતો. મુંબઈની એક ગુજરાતી રેસ્ટોરન્ટમાં આખા પરિવારે ડિનર લીધું. આ દરમિયાન સચિન-અંજલિની પુત્રી સારા તેંડુલકર પણ જોવા મળી, જે હાલમાં લંડનમાં રહે છે.
ફેમિલી ડિનરની તસવીર શેર કરતા સચિન તેંડુલકરે લખ્યું, ‘અંજલીના જન્મદિવસ પર શ્રી ઠાકર રેસ્ટોરન્ટમાં ગુજરાતી થાળીનો આનંદ માણ્યો. અંજલિનું ગુજરાતી કનેક્શન બહુ ગજબનું છે, પણ આ ખાધા પછી આપણું જીન્સ ઢીલું થઈ ગયું છે. જાણીને નવાઈ લાગી કે આ રેસ્ટોરન્ટ 1945ની છે.
તમને જણાવી દઈએ કે સચિન તેંડુલકર તાજેતરમાં UAEથી પરત ફર્યો છે, સચિન મુંબઈ ઈન્ડિયન્સના સપોર્ટ સ્ટાફનો ભાગ છે. સચિન તેંડુલકર અને અંજલિ તેંડુલકરના લગ્ન 1995માં થયા હતા, બંનેને એક પુત્ર અને એક પુત્રી છે. સારા તેંડુલકર લંડનમાં રહે છે અને અર્જુન તેંડુલકર સક્રિય ક્રિકેટર છે.
સચિન તેંડુલકરને તાજેતરમાં ટ્વિટર પર વર્ષની 50 સૌથી પ્રભાવશાળી હસ્તીઓમાં સામેલ કરવામાં આવ્યો છે. આ યાદીમાં ટેલર સ્વિફ્ટ પ્રથમ ક્રમે હતી જ્યારે સચિન તેંડુલકરનું નામ 35મા સ્થાને હતું. પીએમ મોદી આ યાદીમાં બીજા નંબરે હતા.

