સચિન ઘણીવાર પરિવાર સાથે સમય વિતાવવા નીકળવાનું પસંદ કરે છે…
ભારતીય ટીમના પૂર્વ બેટ્સમેન અને ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે. આ ફોટામાં સચિન તેની પુત્રી સારા સાથે સમુદ્રની વચ્ચે બોટમાં નજર આવી રહ્યો છે. સચિન અને સારાએ લાઇફ જેકેટ પહેર્યા છે. આ ફોટા સાથે સચિને લખ્યું છે કે સારા પૂછે છે કે શું આપણે દરિયામાં ગુમ થયા છીએ?
સચિને તેના સોશ્યલ મીડિયા ફોટો સાથે લખ્યું છે કે સારાને અફસોસ છે કે આપણે સમુદ્રમાં ક્યાંક ખોવાઈ ગયા છે. આના પર સચિન તેની પુત્રી સારાને જવાબ આપે છે અને લખે છે કે મને ખાતરી નથી. સચિને જીભ વાળી ઇમોજી પણ મુકી છે. સચિન ઘણીવાર પરિવાર સાથે સમય વિતાવવા નીકળવાનું પસંદ કરે છે.

