OFF-FIELD

સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકરે ઈંગ્લેન્ડમાં ઝંડો ફરકાવ્યો હતો, જુઓ

Pic- You Tube

IPL 2024 દરમિયાન મહાન ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકરે ઈંગ્લેન્ડ જઈને ભારતથી દૂર પોતાનો ઝંડો ફરકાવ્યો છે. જે બાદ સારા તેંડુલકર હેડલાઈન્સમાં રહી છે, જોકે તેણે કોઈ રમતમાં નહીં પરંતુ અભ્યાસમાં તેના પિતાનું ગૌરવ વધાર્યું છે.

જેની જાણકારી ખુદ ક્રિકેટના ભગવાન ગણાતા પૂર્વ ક્રિકેટર ભારત રત્ન સચિન તેંડુલકરે આપી છે. જે બાદ ફેન્સ સચિન તેંડુલકર અને તેની પુત્રી સારા તેંડુલકરને સતત અભિનંદન આપી રહ્યા છે.

ક્રિકેટના ઈતિહાસમાં સૌથી મહાન બેટ્સમેન ગણાતા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકરે લંડનમાં મેડિસિન વિષયમાં તેની માસ્ટર્સ ડિગ્રી સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. જેની માહિતી પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરે પોતે આપી છે. માહિતી શેર કરતી વખતે, તેણે તેની પુત્રી સારા તેંડુલકર વિશે એક ભાવનાત્મક નોંધ શેર કરી છે, જેમાં તેણે લખ્યું છે, “તે ખૂબ જ ખાસ દિવસ હતો કારણ કે અમારી પુત્રીએ ક્લિનિકલ અને પબ્લિક હેલ્થ ન્યુટ્રિશનમાં તેના સ્નાતકોત્તર પૂર્ણ કરીને UCLના મેડિસિન વિભાગમાંથી વિશિષ્ટતા સાથે સ્નાતક થયા.”

Exit mobile version