ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા દેશના સૌથી પ્રિય ક્રિકેટરોમાંથી એક છે. ક્રિકેટ ચાહકો મેદાનની અંદર અને બહાર આ સ્ટાર ક્રિકેટરની એક ઝલક મેળવવા માટે તલપાપડ થઈ જાય છે.
આઝાદીના 75 વર્ષ નિમિત્તે 15 ઓગસ્ટ મંગળવારના રોજ આવો જ નજારો જોવા મળ્યો હતો. વાસ્તવમાં, રોહિત સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા માટે હોટલમાંથી બહાર નીકળવાનો હતો, પરંતુ તે બહાર આવે તે પહેલા, હજારો લોકો રોહિતની એક ઝલક જોવા માટે તેની હોટલની બહાર રસ્તાઓ પર એકઠા થઈ ગયા.
ભીડને બેકાબૂ બનતા જોઈને સુરક્ષા જવાનોને ચાર્જ સંભાળવો પડ્યો હતો. જ્યારે ભીડ કાબૂ બહાર થવા લાગી ત્યારે સુરક્ષાકર્મીઓએ રોહિતને હોટલની અંદર પરત મોકલવો પડ્યો. આ ભીડ જોઈને રોહિત એટલો નારાજ થઈ ગયો કે તેણે નિરાશામાં કપાળ પકડી લીધું. રોહિતનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.
Massive crowd gathers outside the hotel to see Rohit Sharma. pic.twitter.com/hUhrS2bT8j
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 16, 2022
સમાચાર મુજબ, જ્યારે ચાહકોને ખબર પડી કે રોહિત ત્યાંના એક કેફેમાં છે, ત્યારે ધીમે ધીમે ત્યાં મોટી ભીડ એકઠી થઈ ગઈ. થોડા સમય પછી રોહિત કેટલાક ફેન્સની સામે આવ્યો, પરંતુ રોહિતને બહાર આવતો જોઈને ફેન્સ પણ બેકાબૂ થઈ ગયા અને આખરે રોહિત ગભરાઈ ગયો અને અંદર ગયો.

