OFF-FIELD

શાહીન આફ્રિદી વરરાજા બન્યો! આફ્રિદીની પુત્રી સાથે કર્યા લગ્ન

પાકિસ્તાનનો દિગ્ગજ ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી વર બની ગયો છે, તેણે દિગ્ગજ શાહિદ આફ્રિદીની પુત્રી સાથે લગ્ન કર્યા છે. શાહીન શાહ આફ્રિદીના લગ્નની તસવીરો પણ સામે આવી છે.

3 ફેબ્રુઆરી, શુક્રવારે કરાચી શહેરમાં નિકાહ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન સરફરાઝ અહેમદથી લઈને વર્તમાન પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ હાજર રહ્યા હતા.

શાહિદ આફ્રિદીએ 2021માં જ પુષ્ટિ કરી હતી કે શાહીન તેની બીજી મોટી પુત્રી સાથે લગ્ન કરવા માંગે છે. શાહીન શાહ આફ્રિદીએ પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીની પુત્રી અંશા આફ્રિદી સાથે લગ્ન કર્યા છે. તમને જણાવી દઈએ કે શાહીન આફ્રિદીના લગ્નની વાતો ઘણા સમયથી ચાલી રહી હતી, પરંતુ હવે લગ્ન થઈ ગયા છે. નોંધનીય છે કે અંશા પહેલા આફ્રિદીની પુત્રી અક્ષાના લગ્ન ગયા વર્ષે 30 ડિસેમ્બરે થયા હતા.

અક્ષાના લગ્ન કરાચીમાં નાસિર ખાન સાથે થયા હતો, ત્યારબાદ શાહીન શાહ આફ્રિદી પણ આ લગ્નમાં સામેલ થયા હતા. જણાવી દઈએ કે શાહીન શાહ આફ્રિદી શ્રેષ્ઠ બોલર છે, તે પાકિસ્તાનના ફાસ્ટ બોલિંગ વિભાગને મજબૂત બનાવે છે.

Exit mobile version