ભારતીય ક્રિકેટર શાર્દુલ ઠાકુર આ દિવસોમાં ચર્ચામાં છે. શાર્દુલે હાલમાં જ આંત્રપ્રિન્યોર મિતાલી પારુલકર સાથે લગ્ન કર્યા છે. ભૂતકાળમાં, કપલના લગ્નની તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઈ હતી.
ફરી એકવાર તેણે તેના રિસેપ્શનની શ્રેણીબદ્ધ તસવીરો શેર કરી છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ તસવીરોમાં શાર્દુલ અને મિતાલીની કેમેસ્ટ્રી જોવા જેવી છે અને બંને એકબીજા સાથે ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા છે. રિસેપ્શનના ફોટામાં બંને એકબીજા સાથે જોરદાર ડાન્સ કરતા પણ જોવા મળ્યા હતા.
ભારતીય ક્રિકેટર શાર્દુલ ઠાકુરે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના રિસેપ્શનની શ્રેણીબદ્ધ તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરોમાં તે પત્ની મિતાલી સાથે ડાન્સ કરતો અને કેક કાપતી વખતે પોઝ આપતો જોવા મળે છે. રિસેપ્શનમાં, શાર્દુલ બ્લેક ડ્રેસમાં ડેપર દેખાતો હતો, જ્યારે ક્રિકેટરની પત્ની મિતાલીએ સ્લીવલેસ ચોલી અને રફલ્ડ દુપટ્ટા સાથે મેટાલિક લેહેંગા પહેર્યો હતો. તેના આ લુકમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

