
આ વીડિયોમાં ધવન વાંસળી વગાડી રહ્યો છે અને શો ગીત ગાઇ રહ્યો છે…
શિખર ધવને ઘણી વખત તેની વાંસળી વગાડવાના વીડિયો શેર કરીને તેના ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. ફરી એક વાર તેણે વાંસળી વગાડતો તેનો એક વીડિયો શેર કર્યો જેમાં પૃથ્વી શો પણ છે. બંને ક્રિકેટરો કિશોર કુમારના ગીત ‘યે શામ મસ્તાની’ ની ધૂન વગાડતા અને ગાઇ રહ્યા છે.
ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરતાં ધવને કેપ્શન લખ્યું હતું, “ગુરુવારની સાથે સાથે સુપરસ્ટાર સિંગર પૃથ્વી શો.”
આ વીડિયોમાં ધવન વાંસળી વગાડી રહ્યો છે અને શો ગીત ગાઇ રહ્યો છે. આ ગીત વર્ષ 1971માં રજૂ થયું હતું, તે ફિલ્મ કટી પટંગનું પ્રખ્યાત ગીત છે જે રાજેશ ખન્ના અને આશા પારેખ પર દર્શાવવામાં આવ્યું છે.
એક કલાકમાં જ આ વીડિયોને લાખો લાઈક્સ મળી ગઈ છે. ટિપ્પણીઓમાં પણ ચાહકોએ તેની પ્રશંસા કરી હતી. આ પહેલા તેણે ફાધર્સ ડે પર તેના પિતા માટે વાંસળી વગાડતો એક વીડિયો શેર કર્યો હતો.
View this post on Instagram
