ટીમ ઈન્ડિયાઃ ભારતીય ટીમને આવતા મહિને વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જવાનું છે. જ્યાં ટીમે 2 ટેસ્ટ, 3 ODI અને T20 મેચ રમવાની છે. જેના માટે ટીમ ઈન્ડિયાની ટેસ્ટ અને વનડે ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ બાદ આયરલેન્ડ પ્રવાસ પર જશે, જ્યાં ટીમ ઈન્ડિયાના ઘણા સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવી શકે છે.
સાથે જ ટીમમાં ઘણા યુવા ચહેરાઓને તક આપવામાં આવી શકે છે. જેમાં રિંકુ સિંહ અને યશસ્વી જયસ્વાલ જેવા નામો મુખ્ય છે. 23 વર્ષીય યુવા ઓપનર શુભમન ગિલ ટીમની કમાન સંભાળતો જોવા મળી શકે છે. સાથે જ છોટે ધોનીના નામથી જાણીતા પંજાબ કિંગ્સના વિકેટ કીપર બેટ્સમેનને ટીમમાં જગ્યા આપવામાં આવી શકે છે. આવો જાણીએ કે આયરલેન્ડના પ્રવાસ માટે 16 સભ્યોની ટીમ ઇન્ડિયા કેવી રહેશે.
આગામી મહિને ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જવાની છે, જેના માટે હાલમાં જ ટીમ ઈન્ડિયાની ટેસ્ટ અને વનડે ટીમની જાહેરાત કરવામાં આવી છે. વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ બાદ ટીમ ઈન્ડિયાએ આયર્લેન્ડના પ્રવાસે પણ જવું પડશે. આ પ્રવાસ માટે ટીમના કેટલાક સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવી શકે છે.
આયર્લેન્ડ પ્રવાસ માટે ભારતની સંભવિત 16 સભ્યોની ટીમ
યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ (c), સાઈ સુદર્શન, તિલક વર્મા, નેહલ વાઢેરા, રિંકુ સિંહ, સંજુ સેમસન, જીતેશ શર્મા (wk), અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મુકેશ કુમાર, આકાશ મધવાલ, અર્શદીપ સિંહ, કાર્તિક ત્યાગી, મોહસિન ખાન , યશ ઠાકુર