OFF-FIELD

આ ખેલાડીની પત્નીએ કર્યો દગો, પતિને છોડી ઈંગ્લેન્ડના આ ક્રિકેટરની થઈ દિવાની

આ ઉનાળાની સિઝનમાં ઈંગ્લેન્ડ માટે પ્રથમ ટેસ્ટ રમી રહેલા ક્રિસ વોક્સે હેડિંગલી ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ મેચમાં ક્રિસ વોક્સે પોતાના પ્રદર્શનના આધારે ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 34 વર્ષીય ઓલરાઉન્ડરે એશિઝ શ્રેણીની ત્રીજી ટેસ્ટની ચોથી ઇનિંગમાં 32 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી.

વોક્સના આ પ્રદર્શન બાદ તેના તમામ સાથી ખેલાડીઓએ તેની પ્રશંસા કરી છે. વખાણ દરમિયાન ક્રિસ વોક્સના સાથી ખેલાડી સ્ટુઅર્ટ બ્રોડે તેના જીવન સાથે જોડાયેલો મોટો ખુલાસો કર્યો છે. સ્ટુઅર્ટ બ્રોડના જણાવ્યા અનુસાર, તેની પત્ની મોલી કિંગ બ્રોડ કરતાં ક્રિસ વોક્સને વધુ પસંદ કરે છે.

વાસ્તવમાં વાત એ છે કે સ્ટુઅર્ટ બ્રોડ ‘ધ ડેઇલી મેઇલ’ માટે કોલમ લખે છે અને તેણે તેની તાજેતરની એક કોલમમાં લખ્યું હતું કે, વોક્સ એક શાનદાર ક્રિકેટર છે. મારી પત્ની મોલી કિંગે મને કહ્યું કે વોક્સ તેનો પ્રિય ખેલાડી છે, જેનો મેં જવાબ આપ્યો: ‘મારા વિશે શું?’

પછી તેણે કહ્યું: તમે બીજા સ્થાને છો. ખુબ ખુબ આભાર’. ક્રિસ વોક્સ વિશે વધુ વાત કરતાં, બ્રોડે કહ્યું, “હું વોક્સને સૌથી મોટી પ્રશંસા આપી શકું તે એ છે કે તેણે ઇંગ્લેન્ડને બે વર્લ્ડ કપ ફાઇનલમાં જીતવામાં મદદ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. પરંતુ ગયા અઠવાડિયે હેડિંગ્લે ખાતે મેદાનમાં તેમનું અમૂલ્ય યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે.”

બ્રોડની પત્ની મોલી કિંગે કોઈ કારણ વગર ક્રિસ વોક્સને તેના પ્રિય ક્રિકેટર તરીકે નામ આપ્યું નથી. વાસ્તવમાં વાત એ છે કે એશિઝ શ્રેણી 2023માં ઈંગ્લેન્ડની ટીમ ઓસ્ટ્રેલિયાથી 2-0થી પાછળ હતી. આવી સ્થિતિમાં, ઇંગ્લિશ ટીમ માટે પોતાની વિશ્વસનીયતાને જીવંત રાખવા માટે ત્રીજી ટેસ્ટ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ હતી.

Exit mobile version