OFF-FIELD

શેન વોર્નના મુર્ત્યુ પર થાઈલેન્ડ પોલીસે કર્યો મોટો ખુલાસો

ઓસ્ટ્રેલિયાના જાદુઈ લેગ સ્પિનરને સ્પિનનો રાજા કહેવામાં આવે છે શેન વોર્ન નું શુક્રવારે થાઈલેન્ડમાં અવસાન થયું. તે તેના વિલામાં બેભાન હાલતમાં મળી આવ્યો હતો.

તેમના મૃત્યુની પુષ્ટિ તેમના મેનેજરે કરી હતી. આ 52 વર્ષીય વૃદ્ધના મૃત્યુનું કારણ હાર્ટ એટેક કહેવામાં આવી રહ્યું છે. વોર્નની ખોટ પર સમગ્ર વિશ્વ શોકમાં છે. જો કે આ સમયે તેના (શેન વોર્ન) વિશે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે થાઈલેન્ડ જતા પહેલા તેને છાતીમાં દુખાવો હતો.

થાઈલેન્ડ પોલીસના જણાવ્યા અનુસાર, થાઈલેન્ડ જતા પહેલા શેન વોર્નને છાતીમાં દુ:ખાવો થયો હતો, ત્યારબાદ તેણે આ અંગે ડોક્ટર સાથે વાત પણ કરી હતી. તમને જણાવી દઈએ કે શેન તેના ત્રણ મિત્રો સાથે રજાઓ ગાળવા થાઈલેન્ડના કોહ સમુઈ ગયો હતો જ્યાં તેનું હાર્ટ એટેકના કારણે મોત થયું હતું.

થાઈલેન્ડના પોલીસ અધિકારી યુતાના સિરિસોમ્બતે પત્રકારો સમક્ષ ખુલાસો કર્યો હતો કે, “તેને અસ્થમા હતો અને તેણે ડૉક્ટરને હૃદય પણ બતાવ્યું હતું. અમને તેમના પરિવાર પાસેથી માહિતી મળી છે કે જ્યારે તેઓ તેમના દેશમાં હતા ત્યારે તેમને છાતીમાં દુખાવો થતો હતો.”

વધુમાં, પોલીસે પણ પુષ્ટિ કરી હતી કે તેના રૂમમાંથી લોહી પણ મળી આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે તે લોહી વોર્નનું હતું જે CPR પછી બહાર આવ્યું હતું.

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ મહાન ખેલાડી શેન વોર્નના મેનેજર એર્સ્કીને ફોક્સ ક્રિકેટ સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે વોર્ન ત્રણ મહિનાની રજાઓ મનાવવા માટે થાઈલેન્ડ ગયો હતો. પરંતુ તે ત્યાં માત્ર 3 દિવસ જ વિતાવી શક્યો. તેણે કહ્યું કે જે સમયે તેનું મૃત્યુ થયું તે સમયે તે રૂમમાં એકલા બેસીને ક્રિકેટની મજા માણી રહ્યો હતો.

Exit mobile version