OFF-FIELD

ટીમ ઈન્ડિયાનો નિવૃત્તિ ખેલાડી હવે TMC તરફથી લોકસભા ચૂંટણી લડશે

Pic- One India

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની 5 ટેસ્ટ મેચની શ્રેણી સમાપ્ત થઈ ગઈ છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે ઈંગ્લેન્ડને 4-1થી હરાવ્યું છે. ભારતીય ટીમના શાનદાર પ્રદર્શન બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓના ખૂબ વખાણ થઈ રહ્યા છે.

દરમિયાન, સમાચાર આવી રહ્યા છે કે ભારતીય ટીમમાંથી નિવૃત્તિ લેનાર આ સ્ટાર ખેલાડી લોકસભા ચૂંટણી 2024માં તૃણમૂલ કોંગ્રેસ (TMC) બેઠક પરથી ચૂંટણી લડશે. આ ખેલાડી વર્લ્ડ કપ 2011 વિજેતા ભારતીય ટીમનો ભાગ હતો.

ભારતમાં આવતા મહિને લોકસભા ચૂંટણી યોજાવાની છે, આ દરમિયાન ટીમ ઈન્ડિયામાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા એક પૂર્વ ખેલાડીના ચૂંટણી લડવાના સમાચાર સામે આવી રહ્યા છે. તે ખેલાડી બીજું કોઈ નહીં પણ ઓલરાઉન્ડર યુસુફ પઠાણ છે, જે વર્લ્ડ કપ 2011માં ભારતીય ટીમનો ભાગ હતો. જે મમતા બંજારીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ તરફથી પશ્ચિમ બંગાળની બહરમપુર સીટ પરથી ચૂંટણી લડશે.

પૂર્વ ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરી સામે ચૂંટણી લડવાનો છે. જ્યારથી તેની ચૂંટણી લડવાના સમાચાર સામે આવ્યા છે ત્યારથી તે સોશિયલ મીડિયા પર ક્રિકેટ ચાહકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓલરાઉન્ડર ક્રિકેટર યુસુફ પઠાણ હવે રાજનીતિના મેદાનમાં આવવા જઈ રહ્યા છે. તેની ગણતરી ભારતીય ટીમના મહાન ખેલાડીઓમાં થાય છે. તે 2007 T20 વર્લ્ડ કપ અને 2011 વર્લ્ડ કપમાં વિજેતા ભારતીય ટીમની 15 સભ્યોની ટીમનો ભાગ હતો.

જો આપણે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી પર નજર કરીએ તો તેણે 57 ODI મેચોની 41 ઇનિંગ્સમાં 810 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, તેણે 2 સદી અને 3 અડધી સદી ફટકારી છે, જ્યારે 22 T20 મેચોની 18 ઇનિંગ્સમાં બેટિંગ કરીને 236 રન બનાવ્યા છે.

Exit mobile version