
ક્રિકેટ રમતા ખેલાડીઓ પાસે ધન અને પ્રસિદ્ધિની કમી નથી. આ ખેલાડીઓ પાસે આલીશાન મકાનો અને વાહનો છે. જેની સામાન્ય લોકો કલ્પના પણ કરી શકતા નથી.
ભારતીય ટીમના ઘણા એવા ખેલાડીઓ પણ છે જેઓ પોતાનું પ્રાઈવેટ પ્લેન ધરાવે છે. આજે અમે તમને ટીમ ઈન્ડિયાના એવા જ ખેલાડીઓ વિશે જણાવી રહ્યા છીએ જેઓ પોતાના પ્રાઈવેટ જેટના માલિક છે.
વિરાટ કોહલી:
ભારતીય ટેસ્ટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી લક્ઝરી લાઈફ જીવે છે. વિરાટ કોહલી પાસે પોતાનું એક પ્રાઈવેટ જેટ છે. કોહલી કેસના પ્રાઈવેટ જેટની કિંમત આશરે 125 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.
એમએસ ધોની:
ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને CSKના વર્તમાન કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના સૌથી ધનિક ક્રિકેટરોમાંના એક છે. મહેન્દ્ર સિંહ ધોની પાસે પ્રાઈવેટ જેટ છે, જેની કિંમત લગભગ 260 કરોડ છે.
સચિન તેંડુલકર:
DNA વેબસાઈટના સમાચાર અનુસાર, સચિન તેંડુલકર એક પ્રાઈવેટ જેટનો માલિક પણ છે, જેની કિંમત લગભગ 260 કરોડ રૂપિયા છે.
કપિલ દેવ:
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવ પાસે પણ પ્રાઈવેટ જેટ છે. જોકે તેના જેટની કિંમત જાણી શકાઈ નથી.
