OFF-FIELD

IND vs PAK સહિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપની આ મેચો રમાશે, જુઓ યાદી

ભારત 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામે રમીને તેના વર્લ્ડ કપ 2023 અભિયાનની શરૂઆત કરશે. જ્યારે 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતનો પાકિસ્તાન સાથેનો મુકાબલો રમાશે. તમને જણાવી દઈએ કે દર વખતની જેમ આ વખતે પણ વર્લ્ડ કપમાં ભારત vs પાકિસ્તાન (IND vs PAK) વચ્ચે જોરદાર ટક્કર થઈ શકે છે. પરંતુ આ બધાની વચ્ચે ચાલો જાણીએ કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કઇ મેચનું આયોજન કરશે.
રોહિત શર્માની કપ્તાનીવાળી ભારતીય ટીમ વર્લ્ડ કપ 2023માં ઓસ્ટ્રેલિયા સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ પછી ભારત 11 ઓક્ટોબરે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન સામે રમશે, ત્યારબાદ 15 ઓક્ટોબરે અમદાવાદમાં ભારતનો મુકાબલો પાકિસ્તાન સાથે થશે.


રોહિત શર્મા અને કંપનીની આગામી બે મેચ 19 ઓક્ટોબરે પુણેમાં બાંગ્લાદેશ સામે છે, તે પહેલાં તેઓ 22 ઓક્ટોબરે ધર્મશાલામાં ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. લખનૌમાં ઈંગ્લેન્ડ સામે ટકરાતા પહેલા તેમને છ દિવસનો બ્રેક મળશે. તેમની છેલ્લી ત્રણ મેચ મુંબઈ, કોલકાતા અને બેંગલુરુમાં 2, 5 અને 11 નવેમ્બરે રમાશે. જ્યારે તેઓ ઈડન ગાર્ડન્સમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે, ત્યારે યજમાન ટીમ મુંબઈ અને બેંગલુરુમાં ક્વોલિફાયર મેચ રમશે.

Exit mobile version