OFF-FIELD

ભૂતપૂર્વ ક્રિકેટર રિકી પોન્ટિંગના ઘરે ચોરોનો હુમલો, પોન્ટિંગની કાર ઉઠાવી દીધી

તેના ખાતામાં તેણે 41 ટેસ્ટ અને 30 ટેસ્ટ સદી ફટકારી છે..

ચોર ગયા અઠવાડિયે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગના મકાનમાં ઘૂસી ગયા હતા અને તેમની કારને ઉઠાવી દીધી હતી. ન્યુઝ રિપોર્ટ અનુસાર શુક્રવારે કેટલાક ચોર પોન્ટિંગના ઘરે ઘૂસી ગયા હતા અને તેમની કાર ચોરી કરી હતી. પોન્ટિંગની કાર ડ્રાઇવ વેમાં ઉભી હતી. પોલીસ તેમની કાર અને ચોરોની શોધ કરી રહી હતી અને કાર પાછળથી મેલબોર્નના કેમ્બરવેલ વિસ્તારમાં મળી આવી.

કારમાં બે લોકો હતા, જેઓ ફરાર છે અને પોલીસ હજુ પણ શકમંદોની શોધ કરી રહી છે. રિકી પોન્ટિંગની ગણતરી વિશ્વના સૌથી સફળ કેપ્ટન અને બેટ્સમેનમાં થાય છે. પોન્ટિંગની કેપ્ટનશીપ હેઠળ ઓસ્ટ્રેલિયાએ 77 ટેસ્ટ, 229 વનડે અને 17 ટી 20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. રિકી પોન્ટિંગની કેપ્ટનશીપ હેઠળ ઓસ્ટ્રેલિયાએ 48 ટેસ્ટ, 164 વન ડે ઇન્ટરનેશનલ અને 7 ટી 20 આંતરરાષ્ટ્રીય મેચ જીતી લીધી છે.

બેટ્સમેન તરીકે પોન્ટિંગનો રેકોર્ડ શ્રેષ્ઠ રહ્યો છે. તેણે ટેસ્ટમાં 51.85 ની સરેરાશથી 13,378 રન બનાવ્યા છે, વનડેમાં 42.03 ની સરેરાશથી 13,704 રન બનાવ્યા છે. તેના ખાતામાં તેણે 41 ટેસ્ટ અને 30 ટેસ્ટ સદી ફટકારી છે

Exit mobile version