ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી વિશ્વભરના લોકપ્રિય ખેલાડીઓમાંથી એક છે. વિશ્વભરમાં તેના ઘણા ચાહકો છે. મેદાન પર તેની રમત કેટલી સારી છે તે કહેવાની જરૂર નથી.
તેની જીવનશૈલી તેમજ મેદાન પર તેના વલણની સાથે તેની સ્પષ્ટ વિચારસરણીને કારણે તેના ઘણા ફોલોઅર્સ છે. તેના ચાહકોમાં મોટી સંખ્યામાં મહિલાઓ છે. એટલું જ નહીં બોલિવૂડ સેલિબ્રિટી પણ તેને પસંદ કરે છે. આમાં કેટલીક અભિનેત્રીઓ પણ સામેલ છે.
અભિનેત્રી મૃણાલ ઠાકુરે પોતે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે એક સમયે આ ધમાકેદાર બેટ્સમેનના પ્રેમમાં પાગલ હતી. આ સાથે મૃણાલે ખુલાસો કર્યો કે તે ક્રિકેટને કેટલો પ્રેમ કરે છે અને આ બધું તેના ભાઈના કારણે છે. સ્પોર્ટ્સ વિશે વાત કરતાં, જર્સી ફેમ અભિનેત્રીએ કહ્યું કે તે તેના શાળાના દિવસોમાં પણ એક રમતવીર હતી. તેણે તેની સાથે લાઈવ મેચ જોવાનું અને ટીમ ઈન્ડિયા માટે ચીયર કરવાનું પણ યાદ કર્યું.
ખબર છે કે ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ દરમિયાન જોરદાર ફોર્મ દેખાડનાર વિરાટ કોહલી હાલ આરામ કરી રહ્યો છે. તે બાંગ્લાદેશ પ્રવાસમાંથી મેદાનમાં પરત ફરશે. તે વર્લ્ડ કપ 2022માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. તેના બેટમાંથી ચાર અડધી સદી આવી હતી. આ પહેલા કોહલીએ એશિયા કપમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. લગભગ ત્રણ વર્ષ બાદ વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારી છે.