OFF-FIELD

PM મોદીની જીતથી આ વિદેશી ક્રિકેટર પણ થયો ખુશ, હિન્દીમાં કર્યું ટ્વીટ

Pic- India.com

પીએમ નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે દેશની કમાન સંભાળવા માટે તૈયાર છે. પીએમ નરેન્દ્ર મોદી રવિવારે સાંજે ફરી એકવાર શપથ લેશે.

છેલ્લા 10 વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં સરકારે દેશ માટે ઘણા મોટા કામ કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં વિકાસ કેન્દ્રબિંદુ રહ્યો છે.

લોકસભા ચૂંટણી 2024માં ફરી એનડીએ ગઠબંધનની જીત બાદ પીએમ મોદી દેશની કમાન સંભાળવા તૈયાર છે. ઘણા દેશોના મોટા નેતાઓએ નરેન્દ્ર મોદી અને તેમના ગઠબંધનને તેમની જીત પર અભિનંદન પાઠવ્યા છે. આવી સ્થિતિમાં વિદેશી ક્રિકેટર અને ઈંગ્લેન્ડના પૂર્વ બેટ્સમેન કેવિન પીટરસન પણ નરેન્દ્ર મોદીને અભિનંદન આપવાથી પોતાને રોકી શક્યા નથી. તેમણે હિન્દીમાં લખ્યું છે અને નરેન્દ્ર મોદીને ત્રીજી વખત પીએમ બનવા પર અભિનંદન પાઠવ્યા છે.

પીટરસને શુક્રવારે 7 જૂને પોતાના ટ્વિટર પર લખ્યું હતું કે ભારતનું નેતૃત્વ કરવા અને કાર્યકાળ મેળવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. હું જ્યારે પણ ભારત આવું છું ત્યારે દેશ વધુ સારો થતો જાય છે, સાહેબ કેટલું અદ્ભુત કામ છે. ખુબ ખુબ શુભેચ્છાઓ અને પ્રેમ. તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી, આ પહેલા પણ કેવિન પીટરસન પીએમ નરેન્દ્ર મોદીના વખાણ કરી ચુક્યા છે.

Exit mobile version