OFF-FIELD

આ છે શિખર ધવનની પુત્રી આલિયા! જે સોશિયલ મીડિયા પર ખૂબજ લોકપ્રિય છે

આયેશાના પહેલા લગ્નથી બે પુત્રી છે, નામ રિયા અને આલિયા છે….


ટીમ ઈન્ડિયાના ઓપનર શિખર ધવન સોશિયલ મીડિયા પર એકદમ એક્ટિવ દેખાઈ રહ્યા છે. આવું જ કંઈક તેની પુત્રી આલિયા સાથે પણ છે, જે માત્ર સક્રિય જ નહીં પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય પણ છે.

ટીમ ઇન્ડિયાના ગબ્બર મોટાભાગે તેમના પુત્ર જોરાવર સાથે ચર્ચામાં રહે છે. પરંતુ તેની 20 વર્ષીય પુત્રી આલિયા ધવને સામાજિક કાર્ય દ્વારા પોતાની ઓળખ ઊભી કરી છે.

ધવનના લગ્ન વર્ષ 2012 માં થયા હતા:

જણાવી દઈએ કે આયેશાએ શિખર ધવન પહેલા ઓસ્ટ્રેલિયન મૂળના ઉદ્યોગપતિ સાથે લગ્ન કર્યા, પરંતુ બંનેના છૂટાછેડા થઈ ગયા. આયેશાના પહેલા લગ્નથી બે પુત્રી છે, નામ રિયા અને આલિયા છે.

આયેશાએ શિખર ધવન સાથે 2012 માં લગ્ન કર્યા હતા અને તેનો એક પુત્ર (જોરાવર) છે. લગ્ન પછી ધવને તેનું નામ આયેશાની બંને પુત્રીને આપ્યું. ધવન પુત્રીઓ સાથે ખૂબ સારા સંબંધ ધરાવે છે.

આલિયાએ કેન્સર પીડિતો માટે માથું મુંડ્યું છે:

આલિયા તેના બોયફ્રેન્ડ સાથે માથું મુંડવાની ચર્ચામાં આવી છે. તેમણે કેન્સરના દર્દીઓને ટેકો આપવા માટે ભંડોળ ઊભું કર્યું હતું અને આની પ્રશંસા કરવામાં આવી હતી. શિખર ધવન અને આયેશાએ પોતે જ યુવતીની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી અને કહ્યું હતું કે તેમને તેના પર ગર્વ છે.

હરભજન સિંહે કરાવી હતી મુલાકાત:

શિખર ધવનનો જન્મ 5 ડિસેમ્બર 1985 ના રોજ એક પંજાબી પરિવારમાં થયો હતો. ધવનને તેના મિત્ર અને ભારતીય ટીમના ખેલાડી હરભજન સિંહે શિખર ને આયેશા થી અરવી હતી મુલાકાત. આયેશાનો જન્મ ભારતમાં 27 ઓગસ્ત 1975માં થયો હતો, આયેશાના પિતા બંગાળી છે, જ્યારે માતા બ્રિટીશ છે.

Exit mobile version