OFF-FIELD

કોહલી-જાડેજા સાથે સફર ચાલુ કરનાર આ ખેલાડી હવે અહિયાં નોકરી લાગ્યો

Pic- X.com

પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર સિદ્ધાર્થ કૌલે ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. ક્રિકેટથી અલગ થયા બાદ સિદ્ધાર્થ કૌલ હવે બેંકમાં કામ કરી રહ્યો છે. સિદ્ધાર્થ કૌલ હવે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)માં કામ કરતો જોવા મળશે. સિદ્ધાર્થે સોશિયલ મીડિયા X પર એક પોસ્ટ શેર કરીને આ વાતનો ખુલાસો કર્યો છે. સિદ્ધાર્થે પોતાની તસવીર શેર કરીને લખ્યું છે કે ‘ઓફિસ ટાઈમ.’ સિદ્ધાર્થ કૌલની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

વિરાટ કોહલીની મહાન ભારતીય ક્રિકેટર બનવાની સફર 2008ના અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપથી શરૂ થઈ હતી. તે ટીમમાં રવિન્દ્ર જાડેજા, મનીષ પાંડે, પ્રદીપ સાંગવાન અને સૌરભ તિવારી જેવા ખેલાડીઓ સામેલ હતા. આ ઉપરાંત પંજાબનો ફાસ્ટ બોલર સિદ્ધાર્થ કૌલ પણ ટીમમાં હતો. સિદ્ધાર્થ કૌલે 28 નવેમ્બરના રોજ ભારતીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી, તેણે 2018-19માં ત્રણ ODI અને જેટલી T20 મેચોમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું.

આઈપીએલમાં દિલ્હી ડેરડેવિલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમી ચૂકેલા 34 વર્ષીય પંજાબના ફાસ્ટ બોલરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને નિવૃત્તિની જાહેરાત કરી હતી.

વિરાટ કોહલી અને રવીન્દ્ર જાડેજા સાથે 2008માં ભારતના અંડર-19 વર્લ્ડ કપ વિજેતા અભિયાનના સભ્ય તરીકે, કૌલે કહ્યું, “હું મારા માતા-પિતા અને પરિવારનો ખૂબ જ આભારી છું કે તેઓએ મને જે બલિદાન અને આત્મવિશ્વાસ આપ્યો છે.’

Exit mobile version