IPLની શરૂઆતથી જ ઋતુરાજ ગાયકવાડ ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ માટે ખૂબ જ સારી બેટિંગ કરતો જોવા મળી રહ્યો છે. તે જ સમયે, IPL 2023 ની ફાઇનલ મેચમાં તેની શાનદાર બેટિંગના કારણે, ચેન્નાઇએ તેનું 5મું IPL ટાઇટલ જીત્યું. ઋતુરાજ ગાયકવાડની શાનદાર બેટિંગ જોયા બાદ હવે દરેક તેના વખાણ કરી રહ્યા છે.
ચેન્નાઈ સુપર કિંગ્સના ભૂતપૂર્વ બેટ્સમેન અંબાતી રાયડુએ તાજેતરમાં એમએસ ધોની પછી CSKની કેપ્ટનશીપ વિશે વાત કરતા પોતાનો અભિપ્રાય આપ્યો છે. તેણે તાજેતરના એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે,
“ભવિષ્ય વિશે વાત કરીએ તો, મને લાગે છે કે ધોની પછી CSKની કેપ્ટનશિપ માટે ઋતુરાજ ગાયકવાડ સારો વિકલ્પ બની શકે છે. ગાયકવાડમાં કેપ્ટન બનવાની તમામ ક્ષમતા છે.જો માહી ભાઈ (એમએસ ધોની) ગાયકવાડ સાથે વધુ એક વર્ષ કામ કરી શકે છે, તો વિશ્વાસ સાથે કહી શકાય કે ઋતુરાજ ગાયકવાડ CSKનો આગામી કેપ્ટન બની શકે છે. તે પ્રતિભાશાળી ખેલાડી છે.
“ટીમ ઈન્ડિયાએ તેનો યોગ્ય રીતે ઉપયોગ કર્યો છે કારણ કે મને લાગે છે કે ઋતુરાજ ગાયકવાડ ટીમ ઈન્ડિયાના ત્રણેય ફોર્મેટનો ભાગ હોવો જોઈએ.”
