હિમાચલ પ્રદેશે પ્રથમ વખત વિજય હજારે ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. ટીમને ટાઈટલ સુધી લઈ જવામાં તમામ ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. પરંતુ એક એવો ખેલાડી હતો, જેણે પોતાના બેટથી વિરોધી ટીમો સામે મોટો સ્કોર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
આ ખેલાડી બીજું કોઈ નહીં પણ હિમાચલની આ જીતનો હીરો પ્રશાંત ચોપરા છે. જેણે ઈન્ટરવ્યુમાં પોતાના કરિયર અને અંગત જીવન સાથે જોડાયેલી વાતો પણ શેર કરી હતી.
પોતાની વિસ્ફોટક બેટિંગથી તમામ વિરોધી ટીમોના બોલરોને મોંઘા સાબિત કરેલા પ્રશાંતે સેમીફાઈનલમાં 78 રનની ઈનિંગ રમી હતી. તેણે વિજય હજારે ટ્રોફીમાં 7 મેચમાં 5 અર્ધસદી ફટકારી હતી. આ ઓપનરે વિજય હજારે ટ્રોફીની આ સિઝનમાં કુલ 456 રન બનાવ્યા હતા.
એક ઈન્ટરવ્યુમાં પ્રશાંતે પોતાની કારકિર્દી, અંગત જીવન વિશે ખુલીને વાત કરી હતી. આ ઓપનરે કહ્યું કે તેને ટેસ્ટ ક્રિકેટ પસંદ છે અને તેનો ફેવરિટ ક્રિકેટર સચિન તેંડુલકર છે. તેણે એમએસ ધોનીને અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ કેપ્ટન ગણાવ્યો છે.
જ્યારે પ્રશાંતને પૂછવામાં આવ્યું કે તે કઈ સેલિબ્રિટી સાથે ડિનર ડેટ પર જવાનું પસંદ કરશે? તો તેણે જવાબમાં વિદ્યા બાલનનું નામ લીધું. હવે આ અભિનેત્રીના ચાહકોની યાદીમાં પ્રશાંત ચોપરાનું નામ પણ જોડાઈ ગયું છે.

