ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ બાદ ટીમ ઈન્ડિયા હાલ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે. પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે એક દાવ અને 141 રને જીત મેળવી હતી. બીજી ટેસ્ટમાં પણ ટીમ ઈન્ડિયા શાનદાર ફોર્મ જાળવી રાખવા ઈચ્છશે. ભારતીય વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાંથી લાંબા સમય બાદ ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો હતો.
.અજિંક્ય રહાણેએ WTC ફાઈનલની બંને ઈનિંગ્સમાં ટીમ ઈન્ડિયા માટે શાનદાર ઈનિંગ્સ રમી હતી. જેના કારણે તેને વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસની ટેસ્ટ શ્રેણીમાં વાઇસ કેપ્ટનશિપની જવાબદારી મળી હતી. આ પહેલા રહાણે ઘરેલુ ક્રિકેટ અને IPL 2023માં શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ વિક્રમ રાઠોડ રહાણેના જોરદાર વખાણ કરતા જોવા મળ્યા હતા.
ટીમ ઈન્ડિયા ડિસેમ્બર-જાન્યુઆરીમાં સાઉથ આફ્રિકાના પ્રવાસે જશે, જ્યાં મલ્ટિ-ફોર્મેટ શ્રેણી રમાશે. ભારતીય બેટિંગ કોચ વિક્રમ રાઠોરનું માનવું છે કે દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં અજિંક્ય રહાણે મોટી ભૂમિકા ભજવતો જોવા મળશે.
