OFF-FIELD

વિરાટ, અનુષ્કા અને વામિકાએ દુબઈમાં સાથે નાસ્તો કર્યો, જુવો તસવીર

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી લાંબા સમય બાદ સાથે તેના પરિવાર સાથે જોવા મળ્યો હતો. આ પ્રસંગે તેણે અનુષ્કા સાથેના કૌટુંબિક ફોટા પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. તસવીરમાં વિરાટ અનુષ્કા અને પુત્રી વામિકા સાથે નાસ્તો કરતા જોવા મળે છે. વિરાટ હાલમાં ટીમ ઈન્ડિયા સાથે સંયુક્ત આરબ અમીરાતમાં છે અને ટી-20 વર્લ્ડ કપની તૈયારી કરી રહ્યો છે.

થોડા મહિના પહેલા આઈસીસીએ વર્લ્ડ કપ દરમિયાન ખેલાડીઓને તેમના પરિવાર સાથે રાખવાની મંજૂરી આપી હતી. આ સાથે, બીસીસીઆઈએ આઈપીએલ દરમિયાન પરિવારના સભ્યોને પણ તેમની સાથે આવવાની મંજૂરી આપી હતી. જોકે, અનુષ્કા આઈપીએલ દરમિયાન થોડા દિવસો માટે મુંબઈ પરત ફરી હતી. હવે તે ફરી યુએઈ પહોંચી ગઈ છે અને વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાને ચીયર કરતી જોવા મળશે.

આ સિવાય અન્ય ઘણા ક્રિકેટરો પણ તેમના પરિવાર સાથે યુએઈ પહોંચ્યા છે. જેમાં રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યા સહિત ઘણા ક્રિકેટરોનો સમાવેશ થાય છે. જોકે, વિરાટ અને અનુષ્કા સિવાય તસવીરોમાં વામિકાનો ચહેરો દેખાતો નથી, કારણ કે તે વિરુદ્ધ દિશામાં બેઠી છે.

Exit mobile version