ભારતીય સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયાના ઓપનર કેએલ રાહુલને તેના લગ્ન પર મોંઘી ભેટ આપી છે. કેએલ રાહુલે હાલમાં જ બોલિવૂડ અભિનેત્રી આથિયા શેટ્ટી સાથે સુનીલ શેટ્ટીના ખંડાલા બંગલામાં લગ્ન કર્યા હતા.
સમારંભમાં બંને પક્ષના માત્ર નજીકના મિત્રો અને પરિવારના સભ્યો જ હાજર હતા. નવપરિણીત યુગલને ઘણી બધી ભેટો પણ મળી હતી. આ દરમિયાન સમાચાર આવ્યા છે કે વિરાટ કોહલીએ નવવિવાહિત કપલને 2.17 કરોડ રૂપિયાની BMW લક્ઝરી કાર ગિફ્ટ કરી છે. એ જ રીતે સલમાન ખાન, જેકી શ્રોફ, એમએસ ધોની વગેરેએ પણ તેને મોંઘીદાટ ભેટ આપી છે.
કોહલીએ રાહુલને BMW ગિફ્ટ કરી તો ધોનીએ કપલને 80 લાખની કિંમતની કાવાસાકી નિન્જા બાઇક ગિફ્ટ કરી. એ જ રીતે સુનીલ શેટ્ટીએ પણ પોતાની પુત્રી અને જમાઈને 50 કરોડ રૂપિયાનું ઘર ગિફ્ટ કર્યું હોવાના અહેવાલ છે. સલમાને આથિયાને 1.64 કરોડ રૂપિયાની ઓડી કાર ગિફ્ટ કરી હોવાના અહેવાલ છે.
જણાવી દઈએ કે કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીએ લાંબા ડેટિંગ બાદ આખરે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. જોકે શરૂઆતમાં આ દંપતીમાંથી કોઈ આ સંબંધ વિશે વાત કરતું ન હતું. પરંતુ ચાહકો ખુશ થયા જ્યારે રાહુલે પોતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને અથિયા સાથેના સંબંધોને સ્વીકાર્યા.
MS Dhoni gifted Kawasaki Ninja bike worth 80 Lakhs to KL Rahul at his wedding. (Reported by India TV).
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 25, 2023
Virat Kohli gifted a BMW car worth 2.17cr to KL Rahul at his wedding. (Reported by India TV).
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 25, 2023

