OFF-FIELD

જુવો વિડિયો: કોરોના કહેર વચ્ચે, ‘સર રવિન્દ્ર જાડેજા’ ઘોડેસવારી કરતા જોયો

આ વિડિઓ પોસ્ટમાં તમે જોશો કે જાડેજા શ્વેત ઘોડા પર સવાર થઈને એક અદભૂત ઘોડેસવારી કરી રહ્યા છે….

કોરોના વાઇરસના કારણે હાલ 78,61,333 લોકોને ચેપ લાગ્યો છે. અને એમાંથી 4,32,204 લોકોના મોત પણ થઈ ચૂક્યા છે. તો એક તરફ કોરોનાના સતત કેસો વધવા ને કારણે દુનિયાના ઘણા બધા દેશોએ હાલ લોકડાઉન રાખ્યું છે. ત્યારે ભારતમાં લોકડાઉને અનલોક કરી દેવામાં આવ્યું છે. પરંતુ કેસોની વાત કરીએ તો હાલ ભારતમાં 3,21,626 કેસો છે જેમાં થી 9,199 લોકોના મોત થાયા છે.

ત્યારે બીજી બાજુ કોરોના વાયરસને કારણે સમગ્ર વિશ્વમાં ક્રિકેટ પર પ્રતિબંધ છે. આવી સ્થિતિમાં, બધા ક્રિકેટરોને તેમના ઘરે સમય પસાર કરવાની સંપૂર્ણ તક મળી રહી છે. તેમાં ભારતીય ક્રિકેટરો પણ શામેલ છે. જ્યારે વિરાટ અને રોહિત પરિવારને પૂરો સમય આપી રહ્યા છે, ત્યારે જાડેજા તેની પ્રથમ લવ હોર્સ રાઇડિંગ સાથે સમય પસાર કરી રહ્યો છે. જાડેજાએ પોતાના સોશિયલ મીડિયા અકાઉંટ પર એક વીડિયો પોસ્ટ કર્યો. આમાં તેણે તેના ફાર્મહાઉસમાં સફેદ ઘોડાને ઉપર સવાર કર્યો.

આ વિડિઓ પોસ્ટમાં તમે જોશો કે જાડેજા શ્વેત ઘોડા પર સવાર થઈને એક અદભૂત ઘોડેસવારી કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, જાડેજાને ઘોડા ખૂબ પસંદ છે. તેના પુરાવા તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર પણ મળશે. આ અગાઉ ઘરે ટ્રેડમિલ ચલાવતા સમયે જાડેજાએ એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો જેમાં તેણે લખ્યું હતું કે, ‘દોડવું એ મારી તાકાત છે. મારા શરીરને સુધારવાનો સંપૂર્ણ સમય.’

Exit mobile version