ભારતીય ક્રિકેટર પૃથ્વી શૉ પર હુમલો કરીને ચર્ચામાં આવેલી સપના ગિલની પોલીસે ધરપકડ કરી છે. પૃથ્વી શૉના મિત્રની કારમાં તોડફોડ કરવાનો આરોપ સપના અને તેના મિત્ર પર છે.
વાસ્તવમાં, પૃથ્વી શૉ બુધવારે મુંબઈની એક હોટલમાં તેના મિત્રો સાથે ડિનર પર ગયો હતો, જ્યાં કેટલાક ચાહકોએ બીજી વખત માગણી કરતાં તેણે સેલ્ફી લેવાની ના પાડી દીધી હતી. આ બાબતે વિવાદ થયો હતો. આ મામલે ઓશિવારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, સપના ગિલને હવે શુક્રવારે (17 ફેબ્રુઆરી) કોર્ટમાં રજૂ કરવામાં આવશે. હજુ સુધી, આરોપીઓ દ્વારા કોઈ ક્રોસ FIR દાખલ કરવામાં આવી નથી. મુંબઈની ઓશિવાડા પોલીસે પૃથ્વી શૉના મિત્રના નિવેદન સાથે ફરિયાદ નોંધી અને આઈપીસીની વિવિધ કલમો હેઠળ 8 લોકોની ધરપકડ કરી. જેમાંથી એક સના ઉર્ફે સપના ગિલની ધરપકડ કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે સપના ગિલ ભોજપુરી ફિલ્મોની અભિનેત્રી છે. સપના પવન સિંહ સાથે ફિલ્મ ‘મેરા વત્ના’માં પણ જોવા મળી હતી. સપના ગિલે તેના શરીર પર ઘણા ટેટૂ કરાવ્યા છે, તે ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે. સપના ગિલ મોડલિંગ પણ કરે છે. સપનાના ઈન્સ્ટાગ્રામ પર 2 લાખથી વધુ ફોલોઅર્સ છે. આ બાબતે પોલીસે જણાવ્યું હતું કે આ અંગે વાહનમાં તોડફોડની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મામલો થાળે પાડવા માટે 50 હજાર રૂપિયાની માંગણી કરવામાં આવી હતી.
સપના ગિલના વકીલ અલી કાશિફ ખાને આરોપ લગાવ્યો હતો કે પોલીસ સપનાને મેડિકલ ટેસ્ટ માટે જવા દેતી નથી. તે મુંબઈના ઓશિવાડા પોલીસ સ્ટેશનમાં જ છે. અલી કાશિફે કહ્યું, ‘પૃથ્વીએ સપના પર હુમલો કર્યો.
Hustle video of #Cricketer #Prithvishaw & #influencer #Sapnagill outside Barrel mansion club in vile parle east #Mumbai, it is said that related to click photo with cricketer later whole fight started. @PrithviShaw @MumbaiPolice @DevenBhartiIPS @CPMumbaiPolice @BCCI pic.twitter.com/6LIpiWGkKg
— Mohsin shaikh 🇮🇳 (@mohsinofficail) February 16, 2023