રિકી પોન્ટિંગે 324 મેચોમાં ઓસ્ટ્રેલિયાની ટીમની કપ્તાન સંભાળી છે…
પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીનું કહેવું છે કે કેપ્ટનશિપની દ્રષ્ટિએ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની કાંગારૂ ટીમના રિકી પોર્ટિંગ કરતા વધુ સારો કેપ્ટન હતો. જણાવી દઈએ કે, આફ્રિદીએ ટ્વિટર પર એક યુઝરના પ્રશ્નમાં પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.
આફ્રિદીએ લખ્યું – હું એમએસ ધોનીને રિકી પોન્ટિંગની ઉપર મૂકીશ, કારણ કે તેણે યુવા ક્રિકેટરો સાથે એક નવી ટીમ બનાવી છે. જેમ તમે જાણો છો, એમએસ ધોનીની કપ્તાની હેઠળ જ ભારતે પ્રથમ ટી-20 વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ જીતી હતી, અને ફાઈનલમાં ભારતે પાકિસ્તાનને પરાજિત કર્યું હતું.
તમને જણાવી કે, મોટાભાગની આંતરરાષ્ટ્રીય મેચોમાં કેપ્ટનશિપનો રેકોર્ડ ધોનીના નામે છે. તેણે 332 મેચોમાં ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી છે, જ્યારે રિકી પોન્ટિંગે 324 મેચોમાં ઓસ્ટ્રેલિયાની ટીમની કપ્તાન સંભાળી છે.
ઓસ્ટ્રેલિયાએ 2003 અને 2007 વર્લ્ડ કપ રિકી પોન્ટિંગની અધ્યક્ષતામાં જીત્યા હતા. તે જ સમયે, ધોનીના નેતૃત્વ હેઠળ, ટીમ ઇન્ડિયાએ ત્રણેય આઇસીસી ટ્રોફી વર્લ્ડ કપ 2007, વન ડે વર્લ્ડ કપ 2011 અને ચેમ્પિયન્સ ટ્રોફી 2013 પર કબજો કર્યો હતો.