OFF-FIELD

શા માટે છે વિરાટ કોહલીની જર્સી નંબર 18 છે, જાણો તેની પાછળનું સત્ય

Pic- India Fantacy

ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીની ફેન ફોલોઈંગ અન્ય ક્રિકેટર કરતા ઘણી વધારે છે. વિરાટ કોહલીના પ્રશંસકોએ તેના હાથ, પગ અને પીઠ પર તેની જર્સી નંબર 18 લખેલું છે. પાકિસ્તાનમાં જો કોઈ ઈન્ટરનેશનલ મેચ રમાય છે તો ત્યાં પણ કેટલાક ફેન્સ 18 નંબરની જર્સી પહેરીને જોવા મળે છે, પરંતુ શું તમે જાણો છો કે તેની પાછળનું સત્ય શું છે?

વિરાટ કોહલી શરૂઆતથી જ શા માટે 18 નંબરની જર્સી પહેરે છે? વિરાટ કોહલી હજુ પણ આ નંબરની જર્સી કેમ પહેરે છે? તેણે પોતે આ વાતનો ખુલાસો કર્યો છે. તેણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એટલે કે તેની આઈપીએલ ફ્રેન્ચાઈઝીની આરસીબી ઈનબોક્સ ઈવેન્ટમાં જણાવ્યું છે કે, 18 નંબરની જર્સી પહેરવા પાછળનો સંયોગ શું છે અને તેને આ નંબર કેમ આટલો પસંદ છે.

જમણા હાથના બેટ્સમેન વિરાટ કોહલીએ કહ્યું, “મેં ક્યારેય 18 નંબર માંગ્યો ન હતો, જ્યારે મને મારી પ્રથમ U-19 જર્સી મળી ત્યારે તે 18 નંબર હતો, પછી જ્યારે મેં ભારતમાં ડેબ્યૂ કર્યું ત્યારે તે 18 ઓગસ્ટના રોજ હતો. કમનસીબે મારા પિતા પણ 18મીએ ગુજરી ગયા, તેથી નંબર અચાનક નથી બન્યો. હવે તે મારી સાથે અટકી ગયો છે.” વિરાટ કોહલીનું IPL ડેબ્યૂ પણ 18 એપ્રિલના રોજ થયું હતું.

Exit mobile version