બાર્બાડોસમાં T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યા બાદ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા દુનિયાભરમાં ધૂમ મચાવી રહ્યા છે. 29 જૂનના રોજ ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ટીમ ઈન્ડિયા રોહિતની કપ્તાનીમાં બીજી વખત T20I વર્લ્ડ કપ જીતવામાં સફળ રહી, ત્યારબાદ વિશ્વ ચેમ્પિયન ખેલાડીઓનું સ્વદેશ પરત ફરવા પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.
રોહિત શર્માએ ટાઈટલ જીત્યા બાદ T20I ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. આવી સ્થિતિમાં હવે રોહિત પોતાના ફ્રી સમયમાં ટેનિસની મજા માણી રહ્યો છે. ભારતીય કેપ્ટન વિમ્બલ્ડનમાં ટેનિસ મેચ જોતો જોવા મળ્યો હતો, જેની તસવીર હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. વિમ્બલ્ડને રોહિત શર્માની તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. વિમ્બલડને લખ્યું, “રોહિત શર્માનું વિમ્બલ્ડનમાં સ્વાગત છે.”
Welcome to #Wimbledon, Rohit Sharma 👋🏏 pic.twitter.com/9JtzTMvXzp
— Wimbledon (@Wimbledon) July 12, 2024
રોહિત શર્માએ વિમ્બલ્ડનમાં મેન્સ સિંગલ્સની સેમિફાઇનલ મેચમાં ભાગ લીધો હતો જે કાર્લોસ અલ્કારાઝ અને ડેનિલ મેદવેદેવ વચ્ચે રમાઈ હતી. રોહિત પહેલા સચિન તેંડુલકર અને ઘણા અંગ્રેજ ક્રિકેટરો વિમ્બલ્ડન જોવા આવ્યા હતા. સચિન તેંડુલકરને અંગ્રેજી દર્શકોએ સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું, જેનો વીડિયો વાયરલ થયો હતો.
The Wimbledon’s showstopper – World Cup-winning captain Rohit Sharma 👑. pic.twitter.com/35Radq48yr
— Vishal. (@SPORTYVISHAL) July 12, 2024