OTHER LEAGUES

21 વર્ષના જેક ફ્રેઝર-મેકગર્કે તોડ્યો એબી ડી વિલિયર્સનો વર્લ્ડ રેકોર્ડ

pic - news.com.au

દક્ષિણ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન જેક ફ્રેઝર-મેકગર્કે એબી ડી વિલિયર્સને પછાડીને લિસ્ટ A ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. એડિલેડના કેરેન રોલ્ટન ઓવલ ખાતે તસ્માનિયા સામે માર્શ કપ મેચમાં મેકગર્કે માત્ર 29 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી, જે આ ફોર્મેટમાં સૌથી ઝડપી સદી છે.

પ્રથમ બેટિંગ કરીને, તસ્માનિયાએ 435 રનનો વિશાળ સ્કોર બનાવ્યો, જે ઓસ્ટ્રેલિયાના ઘરેલું ODI ઈતિહાસમાં સૌથી વધુ સ્કોર છે. 21 વર્ષીય ફ્રેઝર-મેકગર્ક લક્ષ્યનો પીછો કરતી વખતે દક્ષિણ ઓસ્ટ્રેલિયા માટે ઓપનિંગ કરવા આવ્યો હતો અને તેણે ઇનિંગની 9મી ઓવરમાં પોતાની સદી પૂરી કરી હતી. તેણે એબી ડી વિલિયર્સનો રેકોર્ડ તોડ્યો. ડી વિલિયર્સે 2015માં જોહાનિસબર્ગમાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી ODIમાં 31 બોલમાં સદી ફટકારી હતી.

ફ્રેઝર-મેકગર્ક ઇનિંગની 12મી ઓવરમાં આઉટ થયો હતો અને તેણે 38 બોલમાં 125 રન બનાવ્યા હતા, જેમાં તેણે 10 ફોર અને 13 સિક્સર ફટકારી હતી. તેણે પોતાની ઇનિંગમાં માત્ર ચોગ્ગા અને છગ્ગાની મદદથી 118 રન બનાવ્યા હતા.

ફ્રેઝર-મેકગર્કે સેમ રેનબર્ડ દ્વારા ફેંકવામાં આવેલી ઇનિંગ્સની ત્રીજી ઓવરમાં 32 રન બનાવ્યા હતા, જેમાં તેણે ચાર છગ્ગા અને બે ચોગ્ગા ફટકાર્યા હતા. તેણે માત્ર 18 બોલમાં 50 રન પૂરા કર્યા, જે ઓસ્ટ્રેલિયાના ઘરેલુ ODI ઈતિહાસમાં સૌથી ઝડપી અડધી સદી છે. આ મામલે તેણે 19 બોલમાં અડધી સદી ફટકારનાર ગ્લેન મેક્સવેલને પછાળ છોડ્યો.

Exit mobile version