OTHER LEAGUES

ભારત માટે ત્રેવડી સદી ફટકારનાર, હવે ઈંગ્લેન્ડ માટે બેવડી સદી ફટકારી 

Pic- sportstar the hindu

ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં અત્યાર સુધી માત્ર બે જ બેટ્સમેન એવા છે જેમના નામે ટેસ્ટમાં ત્રેવડી સદી ફટકારવાની સિદ્ધિ નોંધાઈ છે. આ અદ્ભુત વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સેહવાગે સૌથી પહેલા આવું કર્યું હતું.

આ પછી જેનું નામ આવે છે તે છે કરુણ નાયર. જો કે આ નામ અત્યારે ટીમ ઈન્ડિયામાં દેખાતું નથી, પરંતુ આ ખેલાડી ઈંગ્લેન્ડની કાઉન્ટીઓમાં ધૂમ મચાવી રહ્યો છે. કરુણ નાયરે તાજેતરની મેચમાં બેવડી સદી ફટકારીને મહાન ખેલાડીઓની યાદીમાં સ્થાન બનાવ્યું હતું.

ટેસ્ટ ક્રિકેટમાં ઈંગ્લેન્ડ સામે ત્રેવડી સદી ફટકારીને હલચલ મચાવનાર કરુણ નાયર ટીમ ઈન્ડિયામાં પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યો ન હતો. છેલ્લા ઘણા સમયથી રમતમાંથી બહાર રહેલો આ ખેલાડી ઈંગ્લેન્ડ કાઉન્ટી ક્રિકેટ તરફ વળ્યો છે. નોર્થમ્પટનશાયર તરફથી રમતા આ બેટ્સમેને શાનદાર બેટિંગ કરતા બેવડી સદી ફટકારી છે. તેણે આ કારનામું મેચના ત્રીજા દિવસે ગ્લેમોર્ગન સામે રમતી વખતે કર્યું હતું.

નોર્થમ્પટનશાયર તરફથી રમતા કરુણ નાયરે મેચના ત્રીજા દિવસે ગ્લેમોર્ગન સામે બેવડી સદી ફટકારી હતી. 253 બોલનો સામનો કરીને તેણે 21 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 202 રનની ઇનિંગ રમી હતી. ગ્લેમોર્ગન ટીમે પ્રથમ દાવમાં 271 રન બનાવ્યા હતા, જેના જવાબમાં કરુણ નાયરની બેવડી સદીના કારણે નોર્થમ્પટનશાયરે 6 વિકેટે 605 રન બનાવી પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો.

અત્યાર સુધી કાઉન્ટી ક્રિકેટમાં ભારતના માત્ર બે બેટ્સમેન બેવડી સદી ફટકારી શક્યા છે. કરુણ નાયર હવે આવું કરનાર ત્રીજો ભારતીય બેટ્સમેન બની ગયો છે. ભૂતપૂર્વ ભારતીય સુકાની મોહમ્મદ અઝહરુદ્દીને ડર્બીશાયર તરફથી રમતી વખતે 1994માં લેસ્ટરશાયર સામે અને પછી ડરહામ સામે બેવડી સદી ફટકારી હતી. ચેતેશ્વર પૂજારાએ સસેક્સ તરફથી રમતા આ રેકોર્ડ તોડ્યો હતો. તેણે 2022ની સિઝનમાં કાઉન્ટીમાં ત્રણ બેવડી સદી ફટકારી હતી.

 

Exit mobile version