આ લીગ અગાઉ 28 ઓગસ્ટથી 20 સપ્ટેમ્બર દરમિયાન રમવાનું હતું….
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી અને સરફરાઝ અહેમદ આગામી લંકા પ્રીમિયર લીગ (એલપીએલ) માં ગૌલ ગ્લેડીયેટર્સ તરફથી રમશે, જેને પાકિસ્તાન સુપર લીગ ફ્રેન્ચાઇઝી ક્વેટા ગ્લેડીયેટર્સ દ્વારા ખરીદવામાં આવ્યા છે. લંકા પ્રીમિયર લીગ 14 નવેમ્બરથી 6 ડિસેમ્બર દરમિયાન યોજાશે અને શ્રીલંકન બોર્ડે બ્રોડકાસ્ટ અને મીડિયા રાઇટ્સ સહિત લીગના તમામ અધિકાર વેચી દીધા છે. આ લીગ અગાઉ 28 ઓગસ્ટથી 20 સપ્ટેમ્બર દરમિયાન રમવાનું હતું, પરંતુ કોરોનાને કારણે તે મુલતવી રાખવામાં આવ્યું હતું.
ક્વેટા ગ્લેડીયેટર્સના માલિક નદીમ ઓમરે બુધવારે ગૌલ ગ્લેડીયેટર્સની જર્સીને અનસેલ કરતી વખતે આ જાહેરાત કરી હતી. આફ્રિદીને ટીમના ‘આઇકન પ્લેયર’ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા અને પૂર્વ ઓલરાઉન્ડરે ટ્વિટર પર ઓમરનો આભાર માન્યો હતો.
Proud to be the icon player for Galle Gladiators. I want to thank Nadeem Omar bhai and also congratulate him for being the first franchise owner from Pakistan in the #LPL. I’ll be seeing you all in #GalleGladiators #SriLankaCricket #IPGGroup #RoaringToGo #LankaPremierLeague
— Shahid Afridi (@SAfridiOfficial) September 3, 2020
ચાલુ વર્ષે પાકિસ્તાન સુપર લીગમાં મુલતાન સુલતાન્સ તરફથી રમનારા 40 વર્ષિય ખેલાડીએ ટ્વિટ કર્યું હતું, ‘ગૌલ ગ્લેડીયેટર્સના આઇકોન પ્લેયર બનવા બદલ ગર્વ. હું નદીમ ઓમર ભાઈનો આભાર માનું છું અને પાકિસ્તાનથી એલપીએલમાં ટીમ ખરીદનાર પ્રથમ ફ્રેન્ચાઇઝી બનવા બદલ તેમનો અભિનંદન પણ માંગું છું. ”