
પોતાની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાને અંડર-19 વર્લ્ડ કપ જીતાડનાર ઉન્મુક્ત ચંદ લગ્નના બે દિવસ બાદ જ મેલબોર્ન જવા રવાના થઈ ગયો હતો. ઉન્મુક્ત અને ન્યુટ્રિશનિસ્ટ સિમરન ખોસલાએ 21 નવેમ્બરના રોજ લગ્ન કર્યા, ઉન્મુક્ત બિગ બેશ લીગમાં ભાગ લેવા માટે 23 નવેમ્બરે ઓસ્ટ્રેલિયા જવા રવાના થઈ ગયો છે.
ઉન્મુક્ત લગ્ન માટે માત્ર બે દિવસ માટે ભારત આવ્યો હતો. ટીમ ઈન્ડિયામાં સ્થાન ન મળવાના કારણે ઉન્મુક્તે નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી અને ત્યારબાદ તે અમેરિકા શિફ્ટ થઈ ગયો હતો. ઉન્મુક્ત હવે અમેરિકામાં ક્રિકેટ રમી રહ્યો છે અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)થી અલગ થવાને કારણે તેને BBLમાં રમવાની તક મળી છે.
બીસીસીઆઈ તેના ખેલાડીઓને ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) સિવાય વિશ્વની કોઈપણ અન્ય ફ્રેન્ચાઈઝી લીગમાં રમવાની મંજૂરી આપતું નથી. સિમરને એક વીડિયો શેર કર્યો છે, જેમાં ઉન્મુક્ત તેને એરપોર્ટ પર જ લગ્ન માટે પ્રપોઝ કરે છે. બંનેએ બે જ દિવસમાં લગ્ન કરી લીધા અને તે પછી તે BBLમાં ભાગ લેવા ઓસ્ટ્રેલિયા ચાલ્યો ગયો. જોકે ઉન્મુક્ત એકલો ગયો છે.
Enroute Melbourne after the most precious and eventful 2 days of my life. @BBL @RenegadesBBL here I come✈️#BBL2021 pic.twitter.com/tBWKfr6wca
— Unmukt Chand (@UnmuktChand9) November 23, 2021
