OTHER LEAGUES

એલેક્સ હેલ્સ ટ્વેન્ટી-20 ફોર્મેટમાં 10,000 રન બનાવનાર પ્રથમ અંગ્રેજ ખેલાડી બન્યો

ઈંગ્લેન્ડના બેટ્સમેન એલેક્સ હેલ્સે ટ્વેન્ટી-20 ફોર્મેટમાં 10,000 રન પૂરા કર્યા છે. ધ હન્ડ્રેડ ફોર્મેટમાં ટ્રેન્ટ રોકેટ તરફથી રમતા એલેક્સે ઓવલ ઇનવિઝિબલ સામે રમાયેલી મેચમાં 59 રન બનાવીને આ સિદ્ધિ મેળવી હતી.

પ્રથમ બેટિંગ કરતા ટ્રેન્ટ રોકેટે ચાર વિકેટના નુકસાને 181 રન બનાવ્યા હતા. જવાબમાં ઓવલ ઇનવિઝિબલની ટીમ 156 રન જ બનાવી શકી હતી. હેલ્સ ટ્વેન્ટી-20માં 10,000 રન બનાવનાર ઈંગ્લેન્ડનો પ્રથમ ખેલાડી છે. વિન્ડીઝનો ક્રિસ ગેલ હજુ પણ આ યાદીમાં નંબર વન પર છે.

ટ્વેન્ટી-20 ફોર્મેટમાં સૌથી વધુ રન:
– ક્રિસ ગેલ: 14562 રન, ઇનિંગ્સ 455, સદી 22, અર્ધસદી 88
– કિરોન પોલાર્ડ: 11749 રન, ઇનિંગ્સ 534, સદી 01, અર્ધસદી 56
– શોએબ મલિક: 11698 રન, ઇનિંગ્સ 438, સદી 00, અર્ધસદી 71
– ડેવિડ વોર્નર: 10870 રન, 327 ઇનિંગ્સ, સદી 08, અડધી સદી 91
– એલેક્સ હેલ્સ: રન 10044, ઇનિંગ્સ 352, સદી 5, અર્ધસદી 63

એલેક્સ હેલ્સ આ ટીમો સાથે રમી રહ્યો છે:
ઇંગ્લેન્ડ, સરે, ચિટાગોંગ કિંગ્સ, સિડની થંડર, સિડની સિક્સર્સ, લાહોર કલંદર, ગુજરાત લાયન્સ, બેનોની ઝાલ્મી, દિલ્હી કેપિટલ્સ, ક્વેટા ગ્લેડીયેટર્સ, ઇંગ્લેન્ડ લાયન્સ, નેલ્સન મંડેલા બે જાયન્ટ્સ, બંગાળ ટાઇગર્સ, સિલ્હેટ સિક્સર્સ, પર્થ સ્કોર્ચર્સ, ટીમ બટલર, ઓ. , સનરાઇઝર્સ હૈદરાબાદ, દિલ્હી બુલ્સ, ગુજરાત ટાઇટન્સ.

Exit mobile version