OTHER LEAGUES

પ્રખ્યાત ટી-20 લીગ સીપીએલ મેચોની તારીખો થઈ જાહેરાત, એક ગ્રાઉન્ડમાં રમાશે

શ્રેષ્ઠ ક્રિકેટરોને આકર્ષિત કરતી એક મોટી ટી 20 ફ્રેન્ચાઇઝ ટૂર્નામેન્ટોમાંની એક બની ગઈ છે..

કેરેબિયન પ્રીમિયર લીગ (સીપીએલ) 2021 સીઝનની તારીખો જાહેર કરવામાં આવી છે. આ વર્ષે ટૂર્નામેન્ટ 28 ઓગસ્ટથી શરૂ થશે અને ફાઈનલ 19 સપ્ટેમ્બરના રોજ રમાશે. સીપીએલની આયોજકો સમિતિએ ગુરુવારે આ જાહેરાત કરી હતી કે આખી ટૂર્નામેન્ટને બાયો-બબલમાં રમવામાં આવશે, જેમ કે 2020 રમાઈ હતી. આ વખતે ટૂર્નામેન્ટને ત્રિનિદાદ અને ટોબેગોથી સેન્ટ કિટ્સ અને નેવિસ ખસેડવામાં આવી છે. ટૂર્નામેન્ટની તમામ 33 મેચ વોર્નર પાર્ક ગ્રાઉન્ડ પર થશે.

સીપીએલ ઝડપથી વિશ્વના ઘણા શ્રેષ્ઠ ક્રિકેટરોને આકર્ષિત કરતી એક મોટી ટી 20 ફ્રેન્ચાઇઝ ટૂર્નામેન્ટોમાંની એક બની ગઈ છે, અને 2020 સુધીમાં તેમાં અંદાજે 523 મિલિયન એટલે કે 52 મિલિયન ત્રીસ મિલિયન જેટલી વિશ્વવ્યાપી વ્યૂઅરશિપ બની ગઈ છે, જે 2019 ની આવૃત્તિ કરતાં 67 ટકા વધુ છે ટૂર્નામેન્ટની.

સીપીએલના ચીફ ઓપરેટિંગ પીટ રસેલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “2021 ની ટુર્નામેન્ટ વિંડોની પુષ્ટિ થઈ તે ખરેખર રોમાંચક છે અને હું સેન્ટ કિટ્સ અને નેવિસ સરકારનો આ વર્ષના કાર્યક્રમનું આયોજન કરવા માટે સંમત થવા બદલ આભાર માનું છું.

Exit mobile version