OTHER LEAGUES

અર્જુન તેંડુલકર પિતાના પગલે ચાલી પડ્યો, રણજી ડેબ્યૂમાં સદી ફટકારી

વિશ્વ ક્રિકેટના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે રણજી ટ્રોફીમાં પોતાની કારકિર્દીની શરૂઆત સદીથી કરી હતી. તેમના 23 વર્ષના પુત્ર અર્જુન તેંડુલકરે પણ આવું જ કર્યું છે. અર્જુન તેંડુલકરે ગોવાના પોરવોરીમ ખાતે રમાઈ રહેલી ગ્રુપ સી મેચમાં રાજસ્થાન સામે 178 બોલમાં શાનદાર સદી ફટકારી હતી. આ દરમિયાન તેણે 12 ફોર અને 2 સિક્સર ફટકારી હતી.

સાતમા નંબરે બેટિંગ કરવા આવેલા અર્જુન તેંડુલકરે શાનદાર બેટિંગ કરતા 34 વર્ષ પહેલા 1988માં પિતા સચિને ગુજરાત સામે કરેલા પરાક્રમનું પુનરાવર્તન કર્યું હતું. સચિને વાનખેડે સ્ટેડિયમમાં ગુજરાત સામે પ્રથમ દાવમાં ચોથા નંબરે બેટિંગ કરતાં અણનમ 100 રન બનાવ્યા હતા. જે બાદ તેણે દુલીપ ટ્રોફી અને ઈરાની ટ્રોફીમાં સદી ફટકારવાની અનોખી સિદ્ધિ કરી હતી.

મુંબઈ ક્રિકેટ એસોસિએશન છોડીને નવી સિઝનમાં ગોવાની ટીમમાં સામેલ થયેલો અર્જુન ચમકવામાં સફળ રહ્યો છે. અર્જુને વિજય હજારે ટ્રોફીમાં પોતાના બોલિંગ પ્રદર્શનથી પ્રભાવિત કર્યા હતા. પરંતુ હવે તેણે બેટથી ધમાકેદાર ફર્સ્ટ ક્લાસ કરિયરની શરૂઆત કરી છે.

Exit mobile version