OTHER LEAGUES

BBL: પિઝા બોયએ ક્રિકેટમાં પગ મૂકતાં જ ધમાલ મચાવ્યો, એક-બે નહીં, ત્રીજી વખત હેટ્રિક લીધી

ભારતીય મૂળના ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ગુરિન્દર સંધુએ બિગ બેશ લીગમાં ઈતિહાસ રચ્યો છે. સિડની થંડર તરફથી રમતા તેણે પર્થ સ્કોર્ચર્સ સામે સતત 3 બોલમાં 3 વિકેટ લઈને હેટ્રિક પૂરી કરી. તેણે આ કારનામું બે ઓવરના 3 બોલમાં કર્યું હતું. ગુરિન્દરના આ 3 શિકાર કોલિન મુનરો, હાર્ડી અને લૌરી ઇવાન્સ હતા. બિગ બેશ લીગમાં આ તેની પ્રથમ હેટ્રિક છે, જ્યારે એકંદરે તેની ત્રીજી.

ગુરિન્દર સંધુ વિશે ઓછા લોકો જાણે છે લે, તે ક્રિકેટમાં આવતા પહેલા પિઝા ડિલિવરીનું કામ કરતો હતો. ગુરિન્દર સંધુ મૂળ ભારતીય છે, તેના માતા-પિતાનો જન્મ ઉત્તર પંજાબમાં થયો હતો. સંધુ ઓસ્ટ્રેલિયા તરફથી વનડેમાં પણ રમી ચૂક્યો છે. પર્થ સ્કોર્ચર્સ વિરૂદ્ધ સંધુએ હેટ્રિક લઈને મેચમાં પોતાની ટીમને વાપસી કરી હતી. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પર્થ સ્કોર્ચર્સની ટીમ તેમની નિર્ધારિત ઓવરમાં (18 ઓવર) માત્ર 133 રન જ બનાવી શકી હતી. સંધુ ઉપરાંત સાકિબ મહમૂદે પણ પોતાની ટીમ માટે બે વિકેટ ઝડપી હતી.

ત્રણ બોલમાં ત્રણ ખેલાડીઓને પેવેલિયનમાં મોકલવાની સાથે સંધુ સિડની થંડર માટે હેટ્રિક લેનારો પ્રથમ ખેલાડી પણ બન્યો હતો. તેણે મેચમાં 4 ઓવરમાં 22 રન આપીને 4 વિકેટ લીધી હતી. સંધુએ જાન્યુઆરી 2015માં ભારત સામે વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. આ પહેલા સંધુએ માર્શ કપ-2018 અને 2021માં હેટ્રિક લેવાનો રેકોર્ડ બનાવ્યો છે. તે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં બે હેટ્રિક લેનારો પ્રથમ ઓસ્ટ્રેલિયન પણ છે. હવે તેણે T20 લીગમાં હેટ્રિક લઈને પોતાનું કદ વધુ વધાર્યું છે.

 

Exit mobile version