
ગુસ્સે ભરાયેલા લોકો આ મુદ્દે એસેક્સ ક્રિકેટ ક્લબને માફી માંગવા માટે કહી રહ્યા છે…
બોબ વિલિસ ટ્રોફીની અંતિમ મેચમાં એસેક્સ ક્રિકેટ ક્લબે સમરસેટને હરાવી હતી. ટીમ વિજયની ઉજવણી કરી રહી હતી અને ઉજવણીની તસવીરમાં લોકોએ કંઈક એવું જોયું હતું જેનાથી આક્રોશ ફેલાયો હતો.
હકીકતમાં, એસેક્સ ક્રિકેટ ટીમના એક ખેલાડીએ સાથી મુસ્લિમ ક્રિકેટરો પર બીયર રેડ્યું, જેના પછી ગુસ્સે ભરાયેલા લોકો આ મુદ્દે એસેક્સ ક્રિકેટ ક્લબને માફી માંગવા માટે કહી રહ્યા છે.
ફિરોઝ ખુશીના માથા પર બિયર રેડ્યું:
એસેક્સ ક્રિકેટ ટીમે બોબ વિલિસ ટ્રોફીની ફાઇનલ જીત મેળવી હતી, ત્યારબાદ ઉજવણી દરમિયાન એક વરિષ્ઠ ખેલાડીએ ફિરોઝ ખુશીના માથા પર બિયર રેડ્યું હતું, ત્યારબાદ બ્રિટીશ એશિયન ક્રિકેટ સમુદાયે રોષ વ્યક્ત કર્યો હતો.
સાજિદ પટેલે (સહ-સ્થાપક, ઇસ્ટ લંડન નેશનલ ક્રિકેટ લીગ) આ અંગે ગુસ્સો વ્યક્ત કરતાં કહ્યું હતું કે, જ્યારે ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમે 2019 ના વર્લ્ડ કપની ફાઇનલ જીતી હતી, ત્યારે અન્ય ખેલાડીઓએ મોઈન અલી અને આદિલ રાશિદને અલગ કરી દીધા હતા.
