OTHER LEAGUES

રોયલ લંડન કપમાં ચેતેશ્વર પૂજારાએ મચાવ્યો ધમાલ, ફટકારી ત્રીજી સદી

ભારતના ટેસ્ટ નિષ્ણાત બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ અહીં રોયલ લંડન ODI કપમાં પોતાની ત્રીજી સદી ફટકારી હતી. સસેક્સનું પ્રતિનિધિત્વ કરી રહેલા પુજારાએ 90 બોલમાં 132 રનની શાનદાર ઇનિંગની મદદથી 50 ઓવરમાં 4 વિકેટે 400 રન બનાવ્યા હતા. ટીમનું સુકાન સંભાળી રહેલા પૂજારાએ પોતાની આક્રમક ઇનિંગમાં 20 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.

ઓપનર ટોમ અલ્સોપે 155 બોલમાં 189 રન બનાવ્યા હતા. પૂજારા અને અલ્સોપે ત્રીજી વિકેટ માટે 240 રનની ભાગીદારી નોંધાવી હતી. પૂજારાએ અગાઉ વોરવિકશાયર સામે 107 અને સરે સામે 174 રન બનાવ્યા હતા. આ તેનો લિસ્ટ-એ કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ સ્કોર છે. આ પહેલા પૂજારાએ કાઉન્ટી ચેમ્પિયનશિપમાં પોતાની શાનદાર બેટિંગના આધારે ઈંગ્લેન્ડ સામેની 5મી ટેસ્ટમાં ભારતીય ટીમમાં પુનરાગમન કર્યું હતું.

Exit mobile version