
આઠ રાઉન્ડની ફર્સ્ટ-ક્લાસ ચેમ્પિયનશિપ (મહિલા અને પુરુષો) નું શેડ્યૂલ જાહેર કર્યું છે…
ન્યુઝીલેન્ડમાં વ્યવસાયિક ક્રિકેટ 19 ઓક્ટોબરથી ફરી શરૂ થશે અને કોરોના વાયરસ પ્રોટોકોલને પગલે પ્રથમ વર્ગની ચેમ્પિયનશિપ રમવામાં આવશે. આઇપીએલ માટે ન્યૂઝિલેન્ડના છ ખેલાડીઓ હાલમાં યુએઈમાં છે. તે સિવાય તમામ કરાર કરાયેલા ખેલાડીઓ પ્લંકેટ શિલ્ડ ટૂર્નામેન્ટ માટે તેમની હોમ ટીમોમાં જોડાશે. આ ટૂર્નામેન્ટ ઇડન પાર્ક આઉટર ઓવલ, સેડન પાર્ક અને બેસિન રિઝર્વ ખાતે રમાશે.
ન્યુઝીલેન્ડ ક્રિકેટે ગુરુવારે આઠ રાઉન્ડની ફર્સ્ટ-ક્લાસ ચેમ્પિયનશિપ (મહિલા અને પુરુષો) નું શેડ્યૂલ જાહેર કર્યું છે. બોર્ડના ક્રિકેટ ઓપરેશનના વડા રિચાર્ડ બ્રૂઅરે જણાવ્યું હતું કે ન્યુઝીલેન્ડના ક્રિકેટે કોરોના વાયરસ સંબંધિત આઇસીસીના મોટાભાગના નિયમો લાગુ કરવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે આનો અર્થ એ થયો કે ઘરેલું ક્રિકેટરો પણ બોલને ચમકાવવા માટે લાળનો ઉપયોગ કરી શકશે નહીં. તેમજ અમ્પાયરો ક્રિકેટરોની કેપ્સ અથવા અન્ય કપડા રાખશે નહીં.
