ભારતીય ઝડપી બોલર મોહમ્મદ સિરાજ સપ્ટેમ્બરમાં ઇંગ્લિશ કાઉન્ટી ચેમ્પિયનશિપમાં વોરવિકશાયર તરફથી રમશે. સિરાજ વોરવિકશાયરની સિઝનની અંતિમ ત્રણ ફર્સ્ટ ક્લાસ મેચોમાં મેદાનમાં ઉતરશે. તે હાલમાં ઝિમ્બાબ્વેમાં વનડે શ્રેણીમાં રમી રહ્યો છે પરંતુ તે ભારતની T20 ટીમમાં નથી.
કાઉન્ટી ક્લબે જણાવ્યું કે, વોરવિકશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબે ભારતીય આંતરરાષ્ટ્રીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને કાઉન્ટી ચેમ્પિયનશિપ સિઝનની અંતિમ ત્રણ મેચો માટે કરારબદ્ધ કર્યા છે. 28 વર્ષીય ખેલાડી સમરસેટ સામેની હોમ મેચ પહેલા 12 સપ્ટેમ્બર (સોમવાર)ના રોજ એજબેસ્ટન પહોંચશે. જમણા હાથના પેસરે જુલાઈમાં એજબેસ્ટન ખાતે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચમી અને અંતિમ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં 66 રન આપીને ચાર વિકેટ લીધી હતી. આ પછી તેણે ત્રણ વનડેમાં છ વિકેટ ઝડપી હતી.
સિરાજે ભારત માટે તમામ ફોર્મેટમાં 26 મેચમાં 56 વિકેટ લીધી છે. “હું વોરવિકશાયર (બેયર્સ ટીમ)માં જોડાવા માટે આતુર છું. મને હંમેશા ભારતીય ટીમ સાથે ઈંગ્લેન્ડમાં રમવાની મજા આવે છે અને હું કાઉન્ટી ક્રિકેટનો અનુભવ મેળવવા માટે ઉત્સુક છું. “એજબેસ્ટન એક વર્લ્ડ ક્લાસ સ્ટેડિયમ છે અને આ વર્ષે ટેસ્ટ માટે ત્યાંનું વાતાવરણ ખૂબ જ ખાસ હતું. હું સપ્ટેમ્બરમાં રમવા માટે ઉત્સુક છું અને આશા રાખું છું કે ટીમને સિઝન સારી રીતે પૂરી કરવામાં મદદ મળશે.
Bears. Home. September. 🔥
🐻#YouBears | @mdsirajofficial pic.twitter.com/Wv5DtqED37
— Warwickshire CCC 🏏 (@WarwickshireCCC) August 18, 2022
સિરાજ આ સિઝનમાં વોરવિકશાયરનું પ્રતિનિધિત્વ કરનારો બીજો ભારતીય ખેલાડી છે. તે પહેલા કૃણાલ પંડ્યાએ રોયલ લંડન કપ ODI ચેમ્પિયનશિપ માટે ક્લબ સાથે જોડાણ કર્યું હતું.