લિજેન્ડ્સ લીગ ક્રિકેટ (LLC) એ શુક્રવારે 17 સપ્ટેમ્બરથી શરૂ થનારી લીગની બીજી સીઝનમાં ભારતના ભૂતપૂર્વ ઓપનર ગૌતમ ગંભીરના રમવાની પુષ્ટિ કરી છે.
ડાબોડી બેટ્સમેન ગૌતમ ગંભીર તેની આક્રમક બેટિંગ માટે જાણીતો હતો અને તેના કારણે ભારત માટે ક્રિકેટના દરેક ફોર્મેટમાં તેની માંગ હતી.
એલએલસીની બીજી લીગમાં પોતાની ભાગીદારી અંગે ગૌતમ ગંભીરે કહ્યું કે મને એ જણાવતા આનંદ થાય છે કે હું 17 સપ્ટેમ્બરથી શરૂ થનારી લિજેન્ડ્સ ક્રિકેટ લીગની બીજી સિઝનમાં રમવાનો છું. હું ફરી એકવાર ક્રિકેટના મેદાનમાં ઉતરવાનો છું અને તેના માટે ખૂબ જ ઉત્સાહિત છું. વિશ્વ ક્રિકેટના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓ સાથે ખભે ખભા મિલાવીને ફરી એકવાર રમવું એ મારા માટે સન્માન અને ગૌરવની વાત હશે.
#BossLogonKaGame welcomes a #Boss player whose contribution to India's 2007 T20 World Cup and 2011 ODI World Cup wins is legendary. Welcome #Legend @GautamGambhir for the new season of #LegendsLeagueCricket #BossLogonKaGame #LLCT20 #BossGame pic.twitter.com/RDXePIAmJ5
— Legends League Cricket (@llct20) August 19, 2022
ગૌતમ ગંભીરને 2007 T20 વર્લ્ડ કપ ફાઇનલમાં અને પછી 2011 ODI વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતીય ટીમ માટે રમેલી ઇનિંગ્સ માટે યાદ કરવામાં આવે છે. ખાસ કરીને મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શ્રીલંકા વિરૂદ્ધ 2011 ODI વર્લ્ડ કપની ફાઈનલમાં તેણે રમેલી 97 રનની ઈનિંગ્સ અદ્ભુત હતી. ગંભીરે ભારત માટે 58 ટેસ્ટ, 147 ODI અને 37 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ટેસ્ટ ક્રિકેટમાં ગંભીરે 4,154 રન બનાવ્યા જ્યારે ODI અને T20 ક્રિકેટમાં તેણે કુલ 6,170 રન બનાવ્યા. આ સિવાય તેણે આઈપીએલ 2012 અને 2014માં કોલકાતા નાઈટ રાઈડર્સને ચેમ્પિયન પણ બનાવ્યું હતું.
