વાનકુવર નાઈટ્સે GT20 કેનેડા 2024 માટે મોહમ્મદ રિઝવાનને તેમના કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો છે. તેણે બાબર આઝમની જગ્યાએ આ જવાબદારી લીધી છે. લીગની ચોથી સિઝન બ્રામ્પટન શહેરમાં 25 જુલાઈથી 11 ઓગસ્ટ દરમિયાન રમાશે.
GT20 કેનેડા ફ્રેન્ચાઇઝીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “Vancouver Knights’ એ મોહમ્મદ રિઝવાનને GT20 સિઝન 4 માટે તેના કેપ્ટન તરીકે પસંદ કર્યો છે. તેની શાનદાર બેટિંગ કૌશલ્ય અને ઉત્તમ વિકેટ કીપિંગથી તે આપણને જીત તરફ લઈ જવા માટે તૈયાર છે.
રિઝવાને ક્યારેય આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનની કેપ્ટનશિપ કરી નથી, પરંતુ તેણે પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ)માં મુલતાન સુલ્તાન્સની કેપ્ટનશીપ કરી છે. બીજી તરફ, બાબર હાલમાં પીએસએલમાં પાકિસ્તાનની રાષ્ટ્રીય ટીમ અને પેશાવર ઝાલ્મીની કેપ્ટનશીપ કરી રહ્યો છે.
નાઈટ્સની ટીમમાં રિઝવાન, બાબર આઝમ, અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ આમિર અને મિડલ ઓર્ડર બેટ્સમેન આસિફ અલી સહિત ચાર પાકિસ્તાની ક્રિકેટરોનો સમાવેશ થાય છે. ટીમમાં ડ્વેન પ્રિટોરિયસ, સંદીપ લામિછાને, દીપેન્દ્ર સિંહ એર, પોલ વાન મીકરેન અને રુબેન ટ્રમ્પેલમેન જેવા આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ પણ સામેલ છે.