વિમેન્સ પ્રીમિયર લીગની બીજી સિઝનમાં રોયલ ચેલેન્જર બેંગ્લોરની ટીમે ટાઈટલ પર કબજો કર્યો હતો. સ્મૃતિ મંધાનાની કપ્તાની હેઠળ રોયલ ચેલેન્જર બેંગ્લોરની ટીમે WPLની બીજી સિઝનમાં જોરદાર પ્રદર્શન કર્યું અને ટ્રોફી જીતી.
દિલ્હી કેપિટલ્સ સામેની ફાઈનલ મેચમાં RCBએ જોરદાર પ્રદર્શન કર્યું અને મેચ 8 વિકેટથી જીતી લીધી. દિલ્હીએ આપેલા 114 રનના લક્ષ્યને આરસીબીની ટીમે બે વિકેટ ગુમાવીને સરળતાથી હાંસલ કરી લીધો હતો. મહિલા IPLમાં RCBની જીત પહેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પણ ઘણો ખુશ દેખાઈ રહ્યો હતો. તેણે વીડિયો કોલ કરીને મહિલા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.
દિલ્હી કેપિટલ્સ ટીમને સતત બીજી વખત ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ આ જીત સાથે રોયલ ચેલેન્જર બેંગ્લોર ટીમને ઈનામ તરીકે 6 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. રોયલ ચેલેન્જર બેંગ્લોરની કેપ્ટન સ્મૃતિ મંધાનાને 6 કરોડ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો છે. જ્યારે રનર અપ દિલ્હી કેપિટલ્સ ટીમને 3 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. ગત સિઝનમાં પણ દિલ્હીની ટીમ ઉપવિજેતા રહી હતી અને તેને 3 કરોડ રૂપિયા મળ્યા હતા.
WPL ટ્રોફી જીત્યા બાદ સ્મૃતિ મંધાના તેના બોયફ્રેન્ડ પલાશ મુછલ સાથે જોવા મળી હતી. ટ્રોફી લઈને તેણે પલાશ મુછલ સાથેની કેટલીક તસવીરો શેર કરી હતી. તમને જણાવી દઈએ કે સ્મૃતિ મંધાના WPLના ઈતિહાસની સૌથી મોંઘી ખેલાડી છે. RCBએ હરાજીમાં સ્મૃતિ મંધાનાને 3 કરોડ 40 લાખ રૂપિયામાં ખરીદી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સ્મૃતિ મંધાનાની કુલ સંપત્તિ 33 કરોડ 29 લાખ રૂપિયા છે. તેના સિંગર બોયફ્રેન્ડ પલાશ મુછલના નેટવર્ક વિશે વાત કરીએ તો તેનું નેટવર્ક 20 થી 41 કરોડ રૂપિયાની વચ્ચે હોવાનું કહેવાય છે.