ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ અમેરિકામાં T20 ફોર્મેટમાં રમાતી મેજર લીગ ક્રિકેટ (MLC)ને સત્તાવાર ‘લિસ્ટ-એ’ દરજ્જો આપ્યો છે.
એમએલસીનું બીજું સત્ર 5 જુલાઈથી શરૂ થશે. રમતના સૌથી મોટા બજારોમાંની એકમાં તેની લોકપ્રિયતા વધારવાનો હેતુ છે. ICCના આ પગલાથી MLCને સત્તાવાર T20 લીગ અને અમેરિકાની પ્રથમ વિશ્વ કક્ષાની સ્થાનિક ટૂર્નામેન્ટનો દરજ્જો મળ્યો.
અમેરિકા 1 જૂનથી 29 જૂન સુધી રમાનારી T20 વર્લ્ડ કપનું સહ-યજમાન છે અને MLC વર્લ્ડ કપ સમાપ્ત થયાના એક અઠવાડિયામાં શરૂ થશે. MLC તરફથી જાહેર કરાયેલા નિવેદન અનુસાર, દરેક સદી, અડધી સદી, રન-આઉટ, જીત, હાર અને ચેમ્પિયનશિપ હવે રમતના આંતરરાષ્ટ્રીય સ્તરે માન્ય ફોર્મેટમાં સત્તાવાર કારકિર્દીના આંકડા તરીકે નોંધવામાં આવશે.
MLCના સત્તાવાર દરજ્જાનો અર્થ એ છે કે તે સ્થાનિક અમેરિકન ખેલાડીઓ અને રમતના ઉભરતા સ્ટાર્સને આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત કરવાની તક પૂરી પાડશે, જેનાથી દેશમાં સ્થાનિક પ્રતિભાના વિકાસને પ્રોત્સાહન મળશે. નિવેદન અનુસાર, MLC તેની શરૂઆતની સીઝનની સફળતા બાદ લિસ્ટ A સ્ટેટસ પ્રાપ્ત કરી રહ્યું છે, જે યુનાઇટેડ સ્ટેટ્સમાં ટોપ-લેવલ ક્રિકેટની હોસ્ટિંગ માટેના અમારા અતૂટ સમર્પણને હાઇલાઇટ કરે છે.
આ લીગની પ્રથમ સિઝનમાં 19 મેચો રમાઈ હતી, પરંતુ MLCના CEO વિજય શ્રીનિવાસને તાજેતરમાં કહ્યું હતું કે 2025થી તેમાં 34 મેચો રમાશે. શ્રીનિવાસને કહ્યું, ગયા વર્ષે મેજર લીગ ક્રિકેટની શરૂઆતની સીઝન પછી, અમને સમગ્ર અમેરિકામાં ક્રિકેટની લોકપ્રિયતાનો અહેસાસ થયો, હવે બહુપ્રતીક્ષિત ICC T20 વર્લ્ડ કપ અને MLCની બીજી સિઝનને લઈને ઉત્સાહ વધતો જાય છે.
🚨NEWS🚨
Major League Cricket gets LIST-A status from ICC. With this it will be acknowledged as legitimate T20 league.#MLC2024 pic.twitter.com/6qfeOEkSHr
— CricTracker (@Cricketracker) May 28, 2024